5G વાયરલેસપેટન્ટની રોયલ્ટી માટે બંને કંપનીઓ સામસામે આવી

અબતક, નવીદિલ્હી

સમગ્ર વિશ્વમાં 5જી ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ થાઈ તે માટે દરેક દેશ આગળ આવી રહ્યું છે ત્યારે એરિક્સન અને એપલ કંપની વચ્ચે હાલ કાયદાકીય યુદ્ધ જાણે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બંને કંપનીઓ વચ્ચે જે તકરાર ઉભી થઇ છે તેનું મુખ્ય કારણ એ છે કે વાયરલેસ પેટન્ટ માટે જે રોયલ્ટી પેમેન્ટ થવું જોઈએ તેને લઈ બંને કંપનીઓ કાયદાકીય મદદ લઈ રહી છે.

રોયલ્ટી પેમેન્ટના મુદ્દે એરિકસને સૌપ્રથમ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી કે એપલ જે રીતે રોયલ્ટી રેટમાં કાપ મૂકી રહ્યું છે તે સહેજ પણ યોગ્ય નથી તો સામે ડિસેમ્બર માસમાં એપલ એ પણ એરિક્સન વિરોધ દાવો કર્યો હતો કે તેઓએ હજુ પણ પેટન્ટ રીન્યુ કરાવેલ નથી, સામે કરાર પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. એરિક્સન ના સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે હજુ પણ એપલ તેઓની ટેકનોલોજી લાયસન્સ વગર ઉપયોગ કરી રહી છે જેથી આ અંગે ઝડપ બે નિર્ણય આવે તો જ કંપની માટે યોગ્ય રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ ફાયજી ના હેડસેટ માટે એક્શન અઢી ડોલરથી 5 ડોલર સુધીનો ચાર્જ વસૂલ કરી રહ્યો છે અને આશરે પ્રતિવર્ષ રિસર્ચ માટે કંપની પાંચ બિલિયન ડોલરનું રોકાણ પણ કરે છે. ગત વર્ષે જ એરિક્સન દ્વારા સેમસંગ સાથે જે કાયદાકીય પ્રદ ચાલતી હતી તેના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો હતો ત્યારે હવે સૌથી મોટી વાત એ છે કે એરિક્સન અને એપલ વચ્ચે 5જી ટેકનોલોજીને લઈ લડત ચાલી રહી છે તે ક્યારે પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.