વિધાનસભાની 182 બેઠકો જીતવા માટે ભાજપ સજજ
અબતક, રાજકોટ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજયની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે કમ્મર કસી છે આજે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ દ્વારા 579 મંડળોના 40 હજાર કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યકરોને ચુંટણી લક્ષી હોમ વર્ક આપી દેવામાં આવ્યું હતું. આગામી રપમી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરશે આજે અલગ અલગ 579 મંડળો પર ભાજપના કાર્યકરોને સી.આર. પાટીલે વચ્યુઅલ સંબોધન કર્યુ હતું.
આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે ઐતિહાસીક બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સાંસદઓ, નગરપાલિકા/જીલ્લા પંચાયતના પ્રમુખઓ/ સભ્યોઓના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે 12.15 કલાકે શરૂ થશે અને આશરે બે કલાક સુધી ચાલશે. આ બેઠકમાં કુલ અલગ અલગ જગ્યાએ અંદાજીત 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લીધો હતો.. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ પ્રથમ વખત એક સાથે આ બેઠક ગુજરાત પ્રદેશમાં આયોજન કરાયું છે.
ગુજરાત વિઘાનસભામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતમાં 182 બેઠકો જીતવા જે પેજ સમિતિ નું શસ્ત્ર આપ્યુ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ કેવી રીતે જન જન સુધી પહોંચાડવી. આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સંગઠાનત્મક ચર્ચા કરવામાં આવશે. કોરોનાની સંપુર્ણ ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે 579 સ્થળો પર બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગુજરાતના લોકલાડિલા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે વિકાસની રાજનીતી શરૂ કરી છે અને જે રીતે ન માત્ર દેશમાં પણ વિશ્વ લેવલે ગુજરાત મોડલને રજૂ કર્યુ છે ત્યારથી લઇ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેના નેતૃત્વમાં ગુજરાત કઇ રીતે વિકાસની હરણફાણ ભરી રહ્યુ છે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ભારતને અડીખમ રાખનાર અને આત્મનિર્ભર ભારતની સાથે નવા ભારતની ઓળખ જે રીતે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરી છે તે માહિતી પ્રજા સમક્ષ કેવી રીતે લઇ જવી તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરમિયાન આગામી રપમી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના ભાજપના કાર્યકરો અને પેજ સમિતિના પ્રમુખ સાથે સંપાદન કરશે.