સામાન્ય રીતે ચોકલેટનો કલર ચોકલેટી જ હોય છે પરંતુ હવે એવુ નહી કહી શકાય કે. ચોકલેટનો રંગ ચોકલેટી હોય છે. ચોકલેટએ એવી વસ્તુ છે કે જે દરેક લોકોને ખૂબ ભાવતી હોય છે. પરંતુ હવે ચોકલેટ પીન્ક પણ હોઇ શકે છે. અત્યાર સુધી ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, વાઇટ ચોકલેટ અમે ત્રણ પ્રકારની ચોકલેટ વિશે આપણે જાણતા હતા. પરંતુ હવે તેમાં નવો વિકલ્પ આવ્યો છે. સ્વીટ્ઝલેન્ડના ઝ્યુરિક સ્થિત વિશ્ર્વમાં સૌથી વધુ કોકો પ્રોસેસ કરતી કં૫ની બેરી કેલબોટે છેલ્લા ૧૩ વર્ષના અથાગ પ્રયત્ન બાદ રુબી કોકો બીન્સમાંથી નેચરલ ગુલાબી રંગની ચોકલેટ બનાવી છે.
કોકો ઇક્વેડોર, બ્રાઝિલ અને આઇવરી કોસ્ટ એમ વિવિધ જગ્યાઓએ ઉભી છે. પરંતુ સ્વીસ કં૫નીએ સોફીસ્ટિક્ટેટ પ્રોસેસ દ્વારા નેચરલ ચોકલેટ બનાવી છે. ચોકલેટનું મોટુ માર્કેટ ગણાતી મુખ્ય જગ્યાઓએ સ્વીસ કં૫નીએ તેનો પ્રયોગ પણ કર્યો છે. જો કે હજુ કંપની ૬ થી ૧૮ મહિનામાં એને યોગ્ય પ્લેસમેન્ટ દ્વારા માર્કેટમાં મુકશે. આ ચોકલેટ મીઠી, ખારી અને બેરી જેવા ટેસ્ટની છે. આ ચોકલેટ નો કલર રુબી પિન્ક છે. આથી ચોકલેટમાં હવે આ નવા કલરનો ઉમેરો થશે.