ભચાઉની ધરા ત્રણવાર ધ્રુજી: વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટ
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે કચ્છની ધરા છેલ્લા 24 કલાકમાં 4 વાર ધ્રુજતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 12:22 કલાકે કચ્છના ભચાઉથી 15 કિમિ દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 13.1 કિમિની હતી. ત્યારબાદ રાતે 9:43 કલાકે કચ્છના ધોળાવીરાથી 16 કિમિ દૂર 3.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઊંડાઈ જમીનથી 14.3 કિમિ નોંધાઇ હતી. મોડી રાતે 11:58 કલાકે ભચાઉથી 8 કિમિ દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 32.8 કિમિની હતી. આજે વહેલી સવારે ભચાઉથી 22 કિમિ દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 3.3 કિમીની હતી.
વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોકોએ ડરવાની કોઈ જ જરૂર નથી. આ આંચકાથી જાનહાની કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.