કામમાં વેઠ ઉતરનાર ત્રણ કંડક્ટરોને સસ્પેન્ડ કરાયા
રાજકોટવાસીઓ જાણે સુધરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં એક પખવાડીયા દરમિયાન સીટી બસમાં વગર ટિકીટે મુસાફરી કરતો એક જ મુસાફર પકડાયો છે. બીજી તરફ કામમાં વેઠ ઉતરનાર ત્રણ કંડક્ટરોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.
આજે રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા છેલ્લા એક સપ્તાહનો સીટી બસ અને બીઆરટીએસની કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સીટી બસમાં 15 દિવસમાં 1.66 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જ્યારે બીઆરટીએસમાં 75,889 લોકોએ ઘૂમ્યા હતાં. સીટી બસમાં વગર ટિકીટે મુસાફરી કરતાં એક વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 3 કંડક્ટરોને સસ્પેન્ડ કરાયા છે. બસ ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સ, ફેર કલેક્શન કરતી અલ્ટ્રા મોડર્ન અને સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટીને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બીઆરટીએસને એક્સ સર્વિસમેન પુરા પાડતી રાજ સિક્યુરિટીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.