કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ થોડાં આરામ બાદ શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં પાછા ફરવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેની જાહેરાત તેઓ આવતીકાલે મંગળવારના રોજ કરશે તેવું સૂત્રોનું કહેવું છે. શંકરસિંહ બાપુએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાશે નહીં પરંતુ અલગ નવો પક્ષ રચશે તેવો ગણગણાટ શરૂ થયો છે. બાપુની રાજકારણમાં રીએન્ટ્રીથી કૉંગ્રેસનો ખેલ બગડશે તેવી ચર્ચા છે.
સૂત્રોનું કહેવું છે કે બાપુ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર પક્ષની જાહેરાત કરી શકે છે. તેઓ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં ઉતરી રહ્યા હોવાને કારણે તેનો ફાયદો બહુ સ્પષ્ટ રીતે ભાજપને થશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
બાપુ પોતાના ત્રીજા મોરચાનું પ્રચાર કાર્ય નવરાત્રીના આરંભ એટલે કે 21 સપ્ટેમ્બરના રોજથી શરૂ કરશે આને આખી નવરાત્રી દરમિયાન તેઓ ગુજરાતનો પ્રવાસપુર્ણ કરશે.