અબતક,ઋષી મહેતા,મોરબી

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો 17 જાન્યુઆરીથી હોદો સંભાળશે અને રાબેતા મુજબ હોદ્દાની રૂએ પ્રથમ ઉપસરપંચ માટે ચુનાવ કરી નવી બોડી ગામનો વિકાસ વેગવંતો કરશે. ટંકારા શહેરની વાત કરી તો અહી ઉપસરપંચ માટે ભારે રસાકસી જોવા મળે છે કુલ અહી 14 બેઠકોમાંથી સરપંચ તરફી પેનલને 6 સભ્યો ચુટયા છે અને સામા પક્ષે 7 સભ્યો ત્યારે 1 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા બાદ તેને એની તરફ લાવવા માટે ભારે સંઘર્ષ થઈ રહ્યો છે.

ટંકારા ગ્રામ પંચાયત વોર્ડ નંબર બેના અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાએ કોઈપણ પેનલમાં જોડાયા વગર કુનેહ પુર્વક, અટપટો સર્જી જીત તો મેળવી છે પરંતુ બે બળિયા જુથ ઉપસરપંચ બનવાના ધમાસણ યુદ્ધમાં એકમાત્ર અપક્ષ ઉમેદવાર નિર્ણાયક હોય ઉપસરપંચનુ સુકાન સંભાળવા બંને પક્ષે થનગનાટ કરી અપક્ષ ઉમેદવારને સમજાવટનો દોર હવે વેગ પકડી રહ્યો છે.પરંતુ નવાઈની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર એકદમ અડગ રહી મગનું નામ મરી પાડતા ન હોય બન્ને પક્ષે ભારે ખેંચતાણ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ટંકારાની મીટ અપક્ષ ઉમેદવાર પર મંડરાયેલી છે

ત્યારે સમય સમયનું કામ કરશે પરંતુ હાલમાં ટંકારાના રાજકારણમાં એકદમ ગરમાવો આવી ગયો છે અને સુત્રોએ જણાવ્યા મુજબ આગામી સોમવારે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.