- વિક્રમસિંહ જાડેજા, ચોટીલા
મકરસંક્રાંતિના પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી ગુજરાતના લોકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળ્યા છે. ત્યારે ચોટીલા ચામુંડામાતાજીના મંદિરે માતાજીના દર્શન કરવાની લ્હાયમા ભક્તજનો ઉમટી પડ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં 189 જેટલા લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. હાલ ચોટીલામાં પાંચેક જેટલા લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે ત્યારે આજે માતાજીના દર્શન માટે આવેલ ભક્તજનો કોરોનાનું ભાન ભૂલી જઈને ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
આજે મકરસંક્રાંતિનો પર્વની સાથે ત્રણ દિવસનું મીની વેકશેન હોવાના કારણે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યાત્રિકો માતાજીના ચરણે શીશ નમાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
ચોટીલામાં દર્શાનાર્થીઓ માતાજીના દર્શન માટે કોરોનાની ત્રીજી લહેરનું ભાન ભૂલી જઈને સરકારી ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.