અબતક,રાજકોટ
ઉતરાયણના પર્વના સમયે જ કોર્પોરેશન દ્વારા પાણી કાપનો પતંગ ચગાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે ત્રણ વોર્ડમાં પાણી કાપ ઝીંકાયા બાદ હવે આવતીકાલે વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવમાં આવશે.
66 કેવી સીંધાવદર સબસ્ટેશન ખાતે જેટકો દ્વારા તા.12ના રોજ શટડાઉન હોવાથી, મહાપાલિકાના વોટર વર્કસ અંતર્ગત ન્યારા ઓફટેક તથા બેડી ફિલ્ટર ખાતે પાણીની આવક બંધ રહેવાથી, રેલનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો ોર્ડ નં. 3, ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 8 પાર્ટ, 11 પાર્ટ, 13 પાર્ટના વિસ્તારો , જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટના વિસ્તારો તથા જ્યુબીલી હેડ વર્ક્સ હેઠળ આવતા કેનાલ રોડ સાઇડના વોર્ડ નં. 7 પાર્ટના વિસ્તારોમાં કાલે પાણી કાપ રહેશે.
જેટકો દ્વારા સિંધાવદર સબ સ્ટેશન ખાતે શટડાઉન લેવાનું હોય રાજકોટને જરૂરિયાત મુજબ નર્મદાના નીર નહીં મળે જેના કારણે પાણી વિતરણ રહેશે બંધ
રેલનગર હેડવર્કદસ હેઠળ આવતા વોર્ડ નં.3ના રેલનગર , પોપટપરા વિસ્તારો ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડનં.8ના લક્ષ્મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર. વિસ્તારો અને વોર્ડ નં.11 માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્કા સોસા.-પાર્ટ, ઉદયનગર-1, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી), સિલ્વર ગોલ્ડ રેસીડન્સી 1 થી 8, ગોવિંદ પાર્ક, અલય પાર્ક – બી, એકતા એપાર્ટ., અલય એપાર્ટ. નાનામવા ગામ, અલય પાર્ક -એ, અલય ટાવર, તિરૂપતિ પાર્ક, જમના હેરીટેજ અને મેઇન રોડ, શાસ્ત્રીનગર -1, શાસ્ત્રીનગર -2, શાસ્ત્રીનગર -3 શાસ્ત્રીનગર -4, કલ્યાણ પાર્ક, રામ પાર્ક, ઉપાસના પાર્ક, તાપસ સોસા. અર્જુન પાક્ર્મ આવાસ, રામપાર્ક આવાસ, બિલિપત્ર એપાર્ટ., ઉપાસના પાર્ક સહિતના વિસ્તારો વોર્ડ નં.13ના અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક. વિસ્તારો, જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વોડ નર્ં.7ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર. વિસ્તારો વોર્ડ નં.13ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ) વિસ્તારો જયારે જ્યુબેલી હેડ વર્કસ હેઠળના (કેનાલ રોડ તરફ) રધુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા વિગેરેતરફના વોડ નં,.7ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.