રાજયની 7 યુનિવર્સિટીનાં અંગ્રેજી પ્રાધ્યાપકોએ પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી ઈતિહાસ રચ્યો
અબતક,રાજકોટ
ગુજરાત રાજ્યના અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્યાપકો તેમજ શૈક્ષણિક ટેકનોલોજી જેમનું આગવું પ્રદાન છે એવા મારવાડી યુનિવર્સીટી ના ડો . દીપક મશરૂ , સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો ઈરોસ વાજા , બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના કુલગુરુ પ્રો . અમીબેન ઉપાધ્યાય , ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો . ચેતનભાઈ ત્રિવેદી , ગુજરાત યુનિવર્સીટી યુજીસી ઇંછઉઈ ની રિક્ટર પ્રો . જગદીશભાઈ જોષી , ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સીટી અંગ્રેજી વિભાગ ના વડા પ્રો . કાશ્મીરા બેન મહેતા તથા ગુજરાત યુનિવર્સીટી અંગ્રેજી વિભાગ ના વરિષ્ઠ અધ્યાપક ડો . દુષ્યંતભાઈ નિમાવત તાજેતરમાં નોંધાવેલ પેટન્ટ આર્ટિફિસિઅલ ઈન્ટેલીજન્સ બેસ્ડ વોકેબ્યુલરી એક્વાયરીંગ એપરેટસ
વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજી પરની પેટન્ટ ઉપયોગી સાબિત થશે: કુલપતિ ચેતન ત્રીવેદી
ભારત સરકાર ની ઓફિશિયલ જર્નલ ઓફ ધ પેટન્ટ માં પ્રકાશિત થઇ છે . વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ પેટન્ટ અતિ ઉપયોગી સાબિત થશે તેવું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો . ( ડો . ) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું .
સામાન્ય રીતે શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને ભાષા અને સાહિત્ય ક્ષેત્રે થતા સંશોધનો ની નોંધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નહીવત લેવેતી હોય છે . વિજ્ઞાન , એન્જીનીયરીંગ , તબીબ વિજ્ઞાન , અને ફાર્મસી ને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે , ત્યારે અંગ્રેજી વિષયના પ્રાધ્યાપકો દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે .
જયારે આપણું રાષ્ટ્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય ભાષા પરનું પ્રભુત્વ અત્યંત આવશ્યક પુરવાર થાય છે . કોઈ પણ ભાષા શીખવા માટે અને તેના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે શબ્દભંડોળ ખુબ જ આવશ્યક છે . ભાષા ક્ષેત્રે થયેલા આ નુતન પ્રયોગથી અંગ્રેજી ભાષા શીખનાર કોઈ પણ વ્યક્તિ શબ્દભંડોળ સુદ્રઢ કરવા આ પ્રક્રિયા કારગર નીવડશે . નવી શિક્ષણ નીતિના સંદર્ભ માં જોઇએ તો આવી ટેકનોલોજીના ઉપયોગ વડે આપણા યુવાનો વિશ્વ સાથે તાલ મિલાવી શકે તથા અંગ્રેજી ભાષા શીખવાનો હાઉ દૂર થઈ શકે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણકાર્ય સરળ અને ચોકસાઈ ભર્યું બની શકે એ માટે આ પેટન્ટ ઉપયોગી સાબિત થશે જે નિર્વિવાદ બાબત છે .