અમદાવાદની એક પ્રિલિમિનરી બે ફાઈનલ સુરતની એક પ્રિલિમિનરી એક ફાઈનલ અને વડોદરાની એક ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી મળતા વિકાસના દ્વાર ખુલશે
અબતક,રાજકોટ
ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક કદમ ઉપાડયો છે. રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરીની મહોર આપવામાં આવી છે.અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ, બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છેમુખ્યમંત્રીએ મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71 (વડોદ) નો સમાવેશ થાય છે.એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. 94(હાથીજણ-રોપડા) છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી 55.47 હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 71 મંજૂર થવાથી 15.83 હેકટર જમીન સંપ્રાપ્ત થશે.ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.