જમીન વાવવા નહીં દઉ તેવી ધમકી આપી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો: બંને પક્ષે એક-એક ઘાયલ
અબતક, રાજકોટ
વિછીયા તાલુકાના મોટા હડમતિયા ગામે વાપરવા માટે રૂપિયા આપવાની ના પાડતા વાડીએ કામ કરવા નહીં આવવાની ધમકી આપી ચાર રાઉન્ડ ફાયરીંગ કરી થયેલી બઘડામાં બંને પક્ષે એક-એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી પોલીસે બંને પક્ષો મળી 10થી વધુ શખ્સો સામે ગુનો નોંધી નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા નજીક મોટા હડમતિયા ગામે રહેતા છગનભાઇ લીંબાભાઇ વાલાણી નામના યુવાને જયરાજભાઇ જગુભાઇ સોનારા, મગળુભાઇ જગુભાઇ સોનારા, હરેશ જગુભાઇ સોનારા, ભગરથ મગળુભાઇ અને ત્રણ અજાણ્યા શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરીંગ કરી તિક્ષ્ણ હથિયાર વડે ખૂની હુમલો કર્યોની વિછીંયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં છગન વાલાણી અને તેના પત્ની મંજુબેન વાડીએથી બાઇક લઇને ઘરે આવી રહ્યા હતા ત્યારે ઉપરોક્ત પાંચેય શખ્સોએ ઉભા રાખી રૂપિયા વાપરવા માટેની માંગણી કરતા ખેડૂત દંપતિએ રૂપિયા આપવાની ના પાડતા વાડીએ કામ કરવા નહીં આવવાનું કહી જયરાજ સોનારાએ ફડાકા ઝીંકી દીધા હતાં.
બાદ ખેડૂત દંપતિ ઘરે આી છગનભાઇ વાલાણી પોતાના પિતા લીંબાભાઇને ઘટના અંગે વાત કરતા હતા ત્યારે ઉપરોક્ત સાતેય શખ્સો ઘસી આવી ચાર રાઉન્ડ ફાયરીંગ કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મહિલા ઘવાયા છે.
જ્યારે સામાપક્ષે હુમલામાં જયરાજ સોનારાને ઇજા પહોંચતા લીંબાભાઇ વાલાણી તેનો પુત્ર છગન અને દેવરાજે મારમાર્યાનું જણાવ્યું છે.
પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે હુમલાખોરોની ધરપકડ કરવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
બંને જૂથના મળી 10 થી વધુ શખ્સો સામે નોંધાતો ગુનો