હેન્ડસેટની દુનિયામાં એપલ બાદ સેમસંગજી નામ આવે છે ત્યારે તાજેતરમાં જ i phone-xલોન્ચ થયો છે. તો તેની સામે સેમસંગએ પણ ગેલેક્સી નોટ-૮ને માર્કેટમાં મુક્યો છે. પરંતુ આ બંને કં૫નીઓને ટક્કર આપવા હવે ગુગલ પણ આ બિઝનેસમા ઝંપલાવી રહ્યું છે. ગુગલ હવે તેનો ‘ગુગલ પીક્ષેલ-૨ ફોન લઇને આવી રહ્યુ છે અને તેનાં પ્રમોશન માટે પણ ગુગલએ પોતાનાં સર્ચ બોક્સમાં ખાસ સુવિધા મુકી છે. જેમાં mad by google વેબસાઇટ ખોલતા જ તમને એક વિડિયો ટીઝર દેખાશે જેમાં કહેવાયું છે કે જો તમે તમારો ફોન બદલવા ઇચ્છતા હો તો ૪ ઓક્ટોબરની રાહ જુઓ…..આ વિડિયો ટીઝરમાં ગુગલએ ફોનનું નામ પણ જાહેર નથી કર્યુ પરંતુ ઘણા સમયથી google pixel-2ને માર્કેટમાં લાવવાની વાતચીત થઇ રહી છે.
ફોનની ટેક્નોલોજી અંગે વાત કરીએ તો એવી સંભાવનાઓ રહી છે કે ફોન 4 GBરેમ સ્કવીઝેબલ, પ્રેશર સેંસેટીવ કોર્નર ઓન ડિસ્પ્લે ટેક્નોલોજીની સજ્જ હશે.તો હવે રાહ જોવી રહી કે ૪ ઓક્ટોબરએ ગુગલ કેવા ફોનની સરપ્રાઇઝ આપશે……?