મેષ (અ,લ,ઈ)
પરિશ્રમી એવમ કારીગર વર્ગ માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત ત્થા લાભદાયક નીવડશે. જુનાં કરજ કે લોનમાંથી મુક્ત થવાંના, તેમજ જુની ઉઘરાણી પાકવાની પણ સંભાવનાં. ખાણ -ખનીજ એકમનાં જાતકો માટે આ પણ સપ્તાહ સામાન્ય નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાવ સાનુકુળ નીવડશે. છુટક, નાનાં તથા ફેરી કરતાં વ્યાપારી માટે હજુ આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સાનુકુળ સપ્તાહ. ખાનગી નોકરીયાતો માટે વ્યસ્ત સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે સાનુકુળ સપ્તાહ 13, 14 જાન્યુ સાધારણ નીવડશે.
વૃષભ (બ,વ,ઉ)
હસ્ત કલાં ગૃહોદ્યોગનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં તમામ જાતકો માટે વ્યસ્ત ત્થા લાભદાયી સપ્તાહ. નાનાં, છુટક તથા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ આંશિક ફાયદાકારક નિવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ ધમાલીયું રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. મધ્યમ વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 11 તથા 14 જાન્યુ. સામાન્ય રહેશે.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહ દરમ્યાન હળવી ભાગદોડ રહેવાંનાં સંયોગો. આ સપ્તાહ દરમ્યાન આવકની સામે જાવકનાં પણ સંયોગો બને છે. નીચસ્થ બુધ વાળા જાતકોએ કાળજી રાખવી. કલા, વ્યવસાય તેમજ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ નીવડશે. આ સિવાયનાં, અન્ય, તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જણાશે. ગૃહિણીઓ તથા નિવૃતો, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. 11 તથા 12 જાન્યુ પ્રતિકુળ નીવડશે.
કર્ક (ડ,હ)
ફૂડ બિઝનેશ, ફુડ બેવરેજીસ, તથા રત્ન, આભુષણ, રત્નાભુષણ, ઈમીટેશન આભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સલાહ, સૂચન માર્ગદર્શન, ચિકિત્સા પ્રદાન કરતાં તમામ પ્રકારનાં સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ કદનાં ઓદ્યોગિક ત્થા વ્યાપાર વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 15 જાન્યુ સાનુકુળ જણાશે.
સિંહ (મ,ટ)
કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ ત્થા કર્મચારીઓ તેમજ ખાનગી વકીલો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. ધાતુનાં એવમ સોનાચાંદીનાં વ્યાપારી સમેત ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 12 જાન્યુ. પ્રતિકુળ જણાશે.
કન્યા (પ,ઠ,ણ)
કુટિર એવમ નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ. સાથે નવી તકનાં સંયોગો. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે લાભકારક સપ્તાહ. ટલ્લે ચડી ગયેલા કામકાજ આગળ વધશે. લીગલ શેરબજારનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ અને સામાન્ય. વ્યાપાર-વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. છુટક તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે હળવું સપ્તાહ. 12, 13 જાન્યુ. મધ્યમ રહેશે.
તુલા (ર,ત)
આ સપ્તાહે, અધુરા રહેલાં ધંધાકીય કામકાજનો નીવેડો આવવાંનાં સંયોગો. શેર બજાર તેમજ રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક તથા દોડધામવાળું નીવડશે. વ્યાપાર–વાણિજયનાં તમામ પ્રકારનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ અને સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મી-કર્મચારીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 13 તથા 14 જાન્યુ. સાધારણ જણાશે.
વૃશ્ચિક (ન,ય)
દુષિત શુક્ર વાળા જાતકો તથા નીચસ્થ મંગળ વાળા જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ફાસ્ટ ફૂડ, ભોજનાલય, અન્ય પ્રકારનાં આહાર ખાદ્ય ઉત્પાદન તથા વેચાણ એકમનાં જાતકો માટે સામાન્ય સપ્તાહ. તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે હજુ, આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ.નિવૃતો, વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 10 તથા 13 જાન્યુ મધ્યમ રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
શેર બજાર, વાયદા બજાર સાથે જોડાયેલ જાતકો એવમ ધાતુ તથા ધાતુ ઉત્પાદને સંબંધિત ઈંડ્સ્ટ્રીયલ એકમનાં જાતકો એવમ ઈલેક્ટ્રોનિકસ, મોબાઈલ તથા કોમ્પ્યુટર કે તેને સંબંધિત વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. આ સિવાયનાં ઔદ્યોગિક તથા તમામ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે વ્યસ્ત સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયક. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. યુવકો, છાત્રોઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 13 જાન્યુ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર (ખ,જ)
રીયલ એસ્ટેટ તથા દરેક પ્રકારનાં કંસ્ટ્ર્ક્શંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ/સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ અથવા મધ્યમ જણાશે. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સંઘર્ષ વાળુ પસાર થશે. સખત પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. છાત્રો, મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકુળ સપ્તાહ. 12 તથા 13 જાન્યુ. મધ્યમ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
કુંભ (ગ,શ,ષ)
પબ્લીક ટ્રાંસપોર્ટેશંસ એવમ ટ્રાવેલ્સ એજંસી જેવાં એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક સમસ્યા જણાશે. હેવી મશીનરીઝ ત્થા મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકારી. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ, મોટા વ્યાપાર–વણિજયનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ એવમ સાનુકુળ નીવડશે. નાનાં પરિશ્રમી વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી કર્મચારી ત્થા ખાનગી કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, ગૃહિણીઓ માટે નિરાંતવાળું સપ્તાહ. 10 તથા 11 જાન્યુ. સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
ગ્રામીણ, કુટિર ઉદ્યોગ, તેમજ નાનાં ઔધોગિક એકમનાં જાતકો માટે આ હળવું લાભકારી સપ્તાહ. બ્યુટી પાર્લર–સલૂન ચલાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપારી એકમના જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. અન્ય વ્યાપારીઓ તેમજ નાનાં ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. 9 જાન્યુ. સામાન્ય નીવડશે