પ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી હોદા માટે ઈલેકશન ઉપપ્રમુખ, ખજાનચી અને સાત કારોબારીનું સિલેકશન
અબતક,રાજકોટ
તાજેતરમાં સી.પી.બાર એસોસીએશનની ચૂંટણી દર વખતે ઈલેકશનના બદલે સિલેકશનની પધ્ધતીથી સર્વાનુમતે વરણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી સોમવારે યોજાનાર ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે ચૂંટણી યોજાશે. જયારે ઉપપ્રમુખ, ખજાનચી અને કારોબારી સાત સભ્યોની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ખરાખરીના જંગ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ મોટર એકસીડન્ટ કલેકઈમ પ્રેકટીશનર એસો.નીચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ચૂંટણી કમિશ્નર તરીકે એડવોકેટ મનિષ ખખ્ખર અને જીતેન્દ્ર રાવલની નિમણુંક કરાઈ છે.
એમએસીપી બાર એસો.મા ૧૮૭ સભ્યો છે દર વર્ષ તમામ એડવોકેટની સહમતીથી ચૂંટણીને બદલે સર્વાનુમતે તમામ હોદા ઉપર ઉમેદવારોની વરણી કરી બિન હરીફ જાહેર કરવામાં આવે છે.
પરંતુ આ વખત પ્રમુખ, સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરીના પદ ઉપર એકથી વધુ ઉમેદવારે ફોમ ભરેલ હોય જેથી આગામી તા.૧૦.૧.૨૨ સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી મતદાન કરવાનું રહેશે અને ત્યારબાદ મતગણતરી કરી સાંજ સુધીમાં પરીણામ જાહેર કરવામાં આવશે.
આ વર્ષ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જોષી અજયભાઈ ગોવાલ ત્રિવેદી, સેક્રેટરી પદ માટે ગોસાઈ વિશાલ અને કૌશીક પોપટ અને જોઈન્ટ સેક્રેટરીના હોદાઉપર રાજેન્દ્ર દોશી તથા નારીગરા જગદીશ વચ્ચે ચૂંટણી થશે જયારે ઉપપ્રમુખ પદે એ.યુ. બાદી ખજાનચી પદે ભાવેશભાઈ મકવાણા તેમજ સાત કારોબારી સભ્યમાં મૌલીક જોશી, પ્રતિક વ્યાસ, કરણ કારીયા, અજય સંઘાણક્ષ, સંજય નાયક, હેમત પરમાર અને જયોતીબેન પંડયાની બિનહરીફ વરણી કરવામાં આવે છે. મિન હરીફ નવનિયુકત હોદેદારોને વકીલો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.