પપૈયુ લગભગ બધાને ભાવતુ ફળ છે અને આર્યુવેદની દ્રષ્ટિએ પણ પપૈયાને ગુણકારી દર્શાવાયુ છે. અને હેલ્થ ડાયેટમાં પણ પયૈયાના સમાવેશ થયો છે. પરંતુ આટલું હેલ્દી અને ટેસ્ટી ફળ હોવા છતા પયૈયાના કેટલાંક અવગુણ પણ છે જેમ કે ગર્ભવતી મહિલાને પપૈયુ ખાવાથી રોકવામાં આવે છે. અને કોઇ પણ શંકા વગર આ પરંપરાને અવસરે છે. ત્યારે અહીં આપણે જાણીશું કે પપૈયુ ક્યાં કારણોસર ન ખાવું જોઇએ.
ગર્ભવતી મહિલા જ્યારે પપૈયુ ખાય છે ત્યારે તેને ગર્ભપાત થવાનો ભય રહે છે. કારણકે તેના બી અને મુળિયા ખુબજ ગરમ હોય છે જે ગર્ભપાતને નોતરે છે.
કાચું પયૈયુ પાકા પપૈયા કરતા વધુ જોખમરુપ હોય છે જેથી પ્રેગ્નેન્સી દરમિયાન પપૈયુ ન ખાવાની સલાહ અપાય છે.વધુ પ્રમાણમાં પયૈલુ આરોગવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માટે રોજનું એક કપથી વધુ પપૈયુ ન ખાવું જોઇએ.
પપૈયાની ગરમી એટલી વધુ હોય છે કે ગર્ભમાં રહેલાં બાળકને પણ નુકશાનકર્તા સાબિત થાય છે. અને બાળક ખામી વાળુ જન્મે છે કાચા પપૈયા અને પાનમાંથી નીકળતો સફેદ ચીકણો પદાર્થ એલર્જીને પણ નોતરે છે. એટલે પયૈયાનો અતિરેક ક્યારેક એલરજીક રીએક્શન પણ આપે છે.પપૈયુ સુગર લેવલ પણ ઘટાડે છે. જ્યારે બ્લડ પ્રેશરનાં દર્દીઓને પપૈયુ ખાવાનું ટાળવુ જોઇએ એ જોખમરુપ સાબિત થાય છે. પુરુષો માટે પણ પપૈયુ ઘાતક પુરવાર થયું છે. જેમાં પપૈયાનાં બી પુરુષોની ફર્ટીલીટીને નુકશાનકારક છે અને તેના સ્પર્મ કાઉન્ટ ઘટાડે છે. તો હવે પુરુષો પપૈયુ ખાતા ચેતજો. તો આ રીતે ગુણકારી એવું પપૈયુ તેના અતિરેકથી નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.