ટેસ્ટીંગ અને ટ્રેસીંગ વધારી કોરોનાને મ્હાત કરાશે
અબતક, રાજકોટ
કોરોનાની ત્રીજી લહેરને નાથવા માટે કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઇ ગયું છે. આજથી શહેરમાં 100 ધન્વંતરી રથ અને 50 સંજીવની રથ દોડાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ટેસ્ટીંગ અને ટ્રેસીંગ વધારી કોરોનાને વકરતો અટકાવવામાં આવશે. બીજી લહેરમાંથી સબક લઇ તંત્ર હવે સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે.
હાલ શહેરમાં 50 ધન્વંતરી અને 25 સંજીવની રથ ચલાવવામાં આવતાં હતા. દરમિયાન છેલ્લાં બે દિવસથી કોરોનાના કેસમાં ડરામણો વધારો થતાં આજથી કોર્પોરેશન દ્વારા શહેરમાં 100 ધન્વંતરી રથ અને 50 સંજીવની રથ દોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામમાં પૂરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ રહેશે. જરૂર પડશે તો આરોગ્યલક્ષી સુવિધાઓ પણ વધારવામાં આવશે. હાલ ટેસ્ટીંગનું પ્રમાણ પણ બમણું કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે. જરૂર જણાશે તો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટેસ્ટીંગ બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં શહેરમાં આરોગ્યલક્ષી સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઇ જવા પામી હતી. ત્રીજી લહેરમાં આવું ન થાય તે માટે અત્યારથી તંત્ર સજ્જ થઇ ગયું