તમારા કોન્ટેક્ટ થઇ ગયા હોય ડીલીટ તે ચિંતા ન કરશો. તેને પાછા મેળવવા માટે એક ઓપ્શન તે છે ગુગલ કોન્ટેક્ટ આપણા બધા કોન્ટેક્ટ ગુગલ પર સેવ હોય છે.જ્યારે આપણા કોન્ટેક્ટ ડીલીટ થઇ જાય છે અથવા જ્યારે નવો ફોન લેવાનું થાય છે ત્યારે ગુગલ કોન્ટેક્ટ પરથી આપણે બધા કોન્ટેક્ટ પાછા આપણા ફોનમાં કોપી કરી શકીએ છીએ.પણ ક્યારેક એવુ બની જાય કે તમારા કોન્ટેક્ટ ગુગલ કોન્ટેક્ટ પરથી ડીલીટ થઇ જાય તો ચિંતા ન કરશો. અમે તમને બતાવીશુ સરળ ૩ સ્ટેપ અને આ સ્ટેપની મદદથી તમે તમારા કોન્ટેક્ટ ગુગલ કોન્ટેક્ટ પર રીક્વર કરી શકો છો.
– ચાલો તમને જણાવીશુ ૩ સ્ટેપ
સ્ટેપ : ૧
google.comપર જાવ પછી લોગઇન કરો જેમાં તમારા કોન્ટેક્ટ હતા પછી ગુગલ વેબસાઇટ ખોલો.
સ્ટેપ : ૨
વેબસાઇટ ખુલી જાઇ પછી મેનુ ક્લિક કરી મોર પર ક્લિક કરો. તેમા ગયા પછી રીસ્ટોર કોન્ટેક્ટને સિલેક્ટર કરો.
સ્ટેપ : ૩
તમે જ્યા સુધીના કોન્ટેક્ટને પાછા લેવા માંગતા હોય તે ટાઇમ ને સિલેક્ટ કરો. બધા સિલેક્ટ કરેલા કોન્ટેક્ટ પાછા આવી જશે.
પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો તમારા કોન્ટેક્ટ ડીલીટ થયાને પછીની ૩૦ મીનીટ સુધી માજ તમે આ કરી શકશો. નકર પછી આ સ્ટેપ કામ નહી કરે.