પ્રજાના પૈસાનું આંધણ કરતી નગપાલિકા સામે જાગૃત નાગરિક દ્વારા આંદોલનની ચીમકી
અબતક, ભરત ગોહિલ, જામજોધપુર
જામ-જોધપુર નગરપાલિકા દ્વારા પ્રજાના ટેકસના રૂપીયાનો બેફામ દુર ઉપયોગ થતો હોય તેવું નગરપાલિકાના પ્રજાલક્ષી કાર્યને જોતા સ્પષ્ટ પણે જોઇ શકાય છે, એક તરફ પટેલ સમાજની પાછળના વિસ્તારમાં વોકળામાં નગરપાલિકા દ્વારા સી.સી. વર્કની કામગીરી કરીને બિનઉપયોગી નદીના વોંકળાને પ્લીન બનાવવામાં આવી રહેલ છે જ્યારે બીજી તરફ રબારી પા વિસ્તાર તથા અન્ય પછાત વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષથી કોઈપણ જાતની રોડની સુવિધા આ વિસ્તારની પ્રજા માટે કરવામાં આવતી નથી. જેથી રોડના અભાવે આ વિસ્તારના લોકો બેહાલી અનુભવી રહેલ છે. નગરપાલિકાને જ્યાં જરૂર છે રોડ બનાવવાની તે વિસ્તાર દેખાતો નથી અને બિનજરૂરી જગ્યાએ બીનઉપયોગી નદીના વોકરામાં સી.સી.રોડના કામો કરી પ્રજાના પૈસાનો વેડફાડ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા અણઘડ વહીવટ કરી પ્રજાના પૈસાનો વેડફાડ કરશે તો આગામી દિવસોમાં પ્રજા દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી રબારી પા વિસ્તારના જાગૃત નાગરિક દિવ્યરાજસિંહ સોઢાએ ઉચ્ચારી છે.