હમેંશા યુવતીઓને પોતાના ઓઇલી અને ચીપ ચીપા વાળથી પરેસાની હોય છે. તેમાંથી છુટકારો મેળવવા તે ઘણા ખરા ઉપાયો ટ્રાય કરતી રહે છે. ઓયલી અને ચીપ ચીપા વાળને દુર કરવાને ગમે તે કરી શકે છે. તો ચલો જાણીએ કઇ રીતે મેળવશો સીલ્કી અને શાઇની હેર…
– વાળમાં શાઇનીંગ લાવવા માટે ઇંડાનો ઉપયોગ ઘણાં જ ફાયદેમંદ રહે છે. આ ઉપરાંત ઇંડામાં કાચુ દૂધ ઉમેરીને વાળ પર લગાવાથી વાળ શાઇની અને મજબુત બને છે.
– ઘણી યુવતીઓ પોતાના બે મુહવાળા વાળને લઇને પરેશાન હોય છે. આ પરેશાનીમાંથી છુટકારો મેળવવા ઘણી પુવતીઓ હેયર્સ ટ્રીમિંગનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આનાથી વધુ ફાયદો મળતો નથી આ ઇંડાના પીળા ભાગને લઇ તેમાં ૩ ચમચી ગ્લીસરીન અને ૧ ચમચી એલોવેરા જેલને નાખી પેસ્ટ બનાવો ત્યાર બાદ એ પેસ્ટને વાળ પર લગાવો.
– જો તમારા વાળ ઓયલી હોય તો પપીતા અને સફરજનને ક્રસ કરી મેશ તૈયાર કરો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને વાળ પર લગાવો ત્યાર બાદ તેને અડધી કલાક માટે રહેવા દો. સુકાય ગયા પછી વાળને શેમ્પુથી ધોઇ લો. આમ કરવાથી વાળમાં ઓયલ નહી દેખાય અને વાળ શાઇની લાગશે.
આ ઉપરાંત કેળાના ઉપયોગથી પણ તમે વાળની સુંદરતામાં વધારો કરી શકો છો. કેળાને ક્રસ કરી તેમાં બે ચમચી લીંબુનો રસ મીલાવીને વાળમાં લગાવો આના ઉપયોગથી વાળમાં ખોળો નહી થાય.