પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકતો ઉગ્ર વિરોધ: કેન્ડલ માર્ચ યોજાઇ
અબતક, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા પંજાબમાં વિકાસ ન થાય તે માટે તેના પ્રવાસને સહન ન કરી શકતી પંજારની કોંગ્રેસ સરકાર વડાપ્રધાનના કાફલાને ફલાયઓવર પર ર0 મીનીટ સુધી અટકાવી રાખી વડાપ્રધાનની સલામતી સામે ગંભીર જોખમ ઉભુ થવા દીધું છે. તેને વખોડવા અને કોંગ્રેસની હલકી માનસિકતાનો વિરોધ કરવા રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જીલ્લા કાર્યલયથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ લાઇટ દ્વારા અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શીંગાળાએ કોંગ્રેસની હલકી માનસિકતાને વખોડતા જણાવ્યુેં હતું કે પંજાબમાં બનેલી ઘટનાને સમગ્ર દેશની જનતાએ વખોડી કાઢી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પંજાબમાં વિકાસના કામો માટે કાર્યક્રમમાં જઇ રહ્યા હતા. તે સમયે તેમની સુરક્ષાને અવરોધ કરી અઘટિત ઘટનાને અંજામ આપવા જે પ્રયાસો કર્યા હતા. તેને સમગ્ર દેશની જનતાને વખોડી છે. આ ઘટનાને વખોડવા કેન્ડલ લાઇટ રેલી દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનની કોંગ્રેસ આ બનાવ અંગે ભારતની જનતાનજી માફી માંગેતેવી માંગણી કરી હતી.
રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, યુવા ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય હિતેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ મોલીયા, જીલ્લાયુવા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ ઉત્કર્ષભાઈ શિરોયા, ભગીરથસિંહ જાડેજા, ડેનીશભાઈ મૂંગલપરા, સુધીરભાઈ તારપરા, શ્રીઆશિષભાઈ લુણાગરીયા, ગૌતમભાઈ બારસીયા, જતીનભાઈ સિદપરા, દર્પણભાઈ બારસીયા, નિર્મળભાઈ ફૂગશીયા, હરદેવસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ બોરીચા, કમલેશભાઈ સોનારા, હેપીનભાઈ રૈયાણી, અજીતભાઈ ગમારા, આકાશભાઈ રવિયા, શૈલેશભાઈ વઘાસીયા સહીતના જીલ્લાભરના યુવા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.