જય વિરાણી, કેશોદ
કેશોદ હાઈવે રોડ પરની સ્ટ્રીટ લાઈટ નું બીલ ભરવામાં ન આવતાં પીજીવીસીએલ કચેરીએ વીજજોડાણ કાપી નાખ્યું.
વાહનચાલકો પાસેથી આકરાં ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવતો હોય છે ત્યારે અંધારપટ છવાતાં અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે..?.
કેશોદ: કેશોદ શહેર પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ અને હાઈ માસ્ટ ટાવર નું કેશોદ પીજીવીસીએલ કચેરી નું વીજજોડાણ મેળવેલું છે ત્યારે સમયમર્યાદામાં બીલ ભરવામાં ન આવતાં પીજીવીસીએલ કચેરીએ વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું છે.
હાઈવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી આકરો ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે ત્યારે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં બેદરકારી દાખવવામાં આવતાં વાહનચાલકો માં રોષ ફેલાયો છે. શિયાળામાં સાંજના વહેલું અંધારપટ થઈ જતો હોય છે ત્યારે આકસ્મિક ઘટના બને અને કોઈ નિર્દોષ વાહનચાલકો ઈજાગ્રસ્ત કે મોત થવાની ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે.
રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નાં મતવિસ્તારમાં આવી બેદરકારી હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વીજબિલ ની મામુલી રકમ ઈરાદાપૂર્વક નોટિસ આપ્યાં પછી પણ ભરવામાં આવી નથી ત્યારે અન્ય રોડ રસ્તા ની કેવી કફોડી સ્થિતિ હશે.