ઉતરાયણ (મકરસંક્રાતિ) પર્વને ગણ્યા ગાઠયા દિવસો બાકી છે. ત્યારે ગગન મંડળમાં કયાંક-કયાંક પતંગ ઉડતી દેખાવા લાગી છે. પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વને દાન-પુજનનું પવિત્ર પર્વ માનવામાં આવે છે. જયારે પતંગ રસીયાઓ મકરસંક્રાતિની કાગા ડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે અત્યારથી જ રાજકોટ શહેરની બજારોમાં પતંગ-દોરા અને ફીકરીની જમાવટ જોવા મળી રહી છે. અને ખરીદારો ખાસ કરીને બાળકો એ તો મકરસંક્રાતિ પહેલા જ પતંગ ચગાવવાના શ્રી ગણેશ કર્યા હોય તેમ ધીમી ગતિએ પતંગ-દોરા- ફીકરીની ખરીદી પણ શરુ થઇ રહી છે. શહેરની બજારોમાં પતંગના ખડકલા જોવા મળી રહ્યા છે.