જ્યારે આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ, જેના માટે આપણું મગજ તૈયાર નથી હોતું ત્યારે આપણે મેન્ટલી અથવા ઇમોશનલી તેનો રિસ્પોન્સ આપીએ છીએ તેને સરળ ભાષામાં સ્ટ્રેસ કહેવામા આવે છે. જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતને સાંભળી શકતા નથી અથવા તેને આપણાં મગજ પર હાવી થવા દઈએ છીએ ત્યારે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાનું ધારેલું કે નક્કી કરેલું કામ પૂર્ણ ના કરી શકે કે તેને એવા વિચારો આવા માંડે કે મારાથી આ નહીં થાય ત્યારે સ્ટ્રેસ લેવલ ઉદભવે છે. જો સમયસર આ સ્ટ્રેસને કાબૂમાંના લેવાય તો દરેક વ્યક્તિ ધીરે-ધીરે ડીપરેશન,અનિન્દ્રા જેવી અનેક નાની-મોટી બીમારીમાં વ્યક્તિ ધીમે-ધીમે ખુચતી જાય છે.
સ્ટ્રેસના પ્રકાર કેટલા ?
1. યુસ્ટ્રેસ:
થોડાક સમય માટે માનસિક તાણ રહે અને એ કારણ પૂરું થતાં તાણ પણ જતી રહે તો અને યુ સ્ટ્રેસ સારો અથવા નોર્મલ સ્ટ્રેસ) કહેવાય છે
2. ડીસ્ટ્રેસ:
જ્યારે એક પછી એક એવી પરિસ્થિતિ ઉદભવે કે જેના દ્વારા માનસિક તાણ ઘટવાને બદલે વધ્યા જ કરે ત્યારે તેને માનસિક અશાંતિ “ડિસ્ટ્રેસ (ખરાબ સ્ટ્રેસ) કહેવામાં આવે છે.
શું કહે છે સ્ટ્રેસ વિશે વિજ્ઞાન
વિજ્ઞાન કહે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું શરીર વધારે પ્રમાણમાં સ્ટ્રેસ-રિલેટેડ હોર્મોન્સનો સ્રાવ કરે છે એટલું જ નહીં, પુરુષો કરતાં સ્ટ્રેસની ફિઝિકલ અને ઇમોશનલ અસર સ્ત્રીઓ પર વધુ ગંભીર રીતે દેખાય છે.
આ અસર પાછળ પણ મુખ્યત્વે હોર્મોન્સ જ રહેલાં છે. વળી બન્નેનું મગજ પણ જુદી રીતે કામ કરે છે.અમેરિકન સાઇકોલોજિકલ અસોસિએશન મુજબ સ્ટ્રેસ આવે ત્યારે પુરુષો ફાઇટ અને ફ્લાઇટનો સિદ્ધાંત અપનાવે છે એટલે કે જે પરિસ્થિતિને કારણે સ્ટ્રેસ આવે એની સામે કાં તો લડો કાં ભાગી છૂટો. પરંતુ કુંવારી છોકરીઓ કરતાં પરિણીત સ્ત્રીઓ વધુ સ્ટ્રેસફુલ જીવન જીવે છે
સ્ટ્રેસ દૂર કરવાના ઉપાય
1. મન ગમતી જગ્યા પર જાવ
ક્યારેક કામના કારણે વધતાં સ્ટ્રેસને દૂર કરવા એક ખૂબ સરસ ઉપાય એવો છે કે જ્યારે સ્ટ્રેસ હોય તો તમારી કોઈ મન ગમતી જગ્યા પર જાવ અને મનને શાંત કરવું. મન ગમતી જગ્યાએ સ્ટ્રેસમાં વારંવાર જવું કારણ તે જીવનને થોડી હળવી તેમજ આનંદીત કરશે અને સ્ટ્રેસ ઘટાડી શકાય છે.
2.ઊંઘ સરખી લ્યો
દરેક વ્યક્તિ કામકાજમાં બધુ ભૂલી જાય છે. તેનાથી તે કામના કારણે ઊંઘ લઈ શકતો નથી અને કામકાજના વિચારોમાં ખોવાય જાય છે. તેના કારણે તેને તેનું સ્ટ્રેસ વધી જાય છે. તેના કામકાજ પર તેની અસર જોવા મળે છે. સારી ઊંઘ મનને શાંત કરે છે અને કામ કરવાની ફરી વાર ઈચ્છા જાગૃત કરે છે.
3.કામને યાદી તરીકે લખો
દરેક કમાની જો વ્યવસ્થિત રીતે એક સૂચિ કરો તો કામને વધુ સારી રીતે અને સ્ટ્રેસ વગર થાય તો તેનું આઉટપુટ સારું આવે છે. જીવનમાં વધુ કામકાજ કે ટેન્શનના કારણે કામ અસ્તવ્યસ્ત થાય છે અને સ્ટ્રેસ બની મનુષ્યને નિષ્ફળતા તરફ લઈ જાય છે. જો સ્ટ્રેસ લેવલને ઘટાડવું હોય તો દરેક કામ તેમજ દિનચર્યામાં થતાં અનેક કામને અલગ કરી એક નાની ડાયરીમાં લખવું.
4.પાર્ટનર સાથે કિસ કરવી
જ્યારે તમે માનસિક અશાંતિ અનુભવો છો અથવા બેચેની અનુભવો છો ત્યારે પાર્ટનરને કિસ કરવાથી તમારો માનસિક તણાવ એટ્લે કે સ્ટ્રેસ ઓછો થાય છે. કિસ કરવાથી તમારી અંદર એક નવી ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. કિસ કરવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
5. તમારી વાત સમજે તેને વ્યક્ત કરો
દરેક વ્યક્તિને અનેક એવી ખાસ સાથ ક્યાક અને ક્યારેક મળી ગયો જ હોય છે. તો વધતાં આ સ્ટ્રેસ સાથે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કા તો અઠવાડયે એક વાર કા તો મહિને મન ગમતા વ્યક્તિ સાથે વાત કે મળી તેને પોતાની વાત શેર કરવી જોઈએ કારણ સ્ટ્રેસ તે એકબીજાને વાત કરવાથી ધીમે-ધીમે દૂર થઈ જાય છે. વાતને વ્યક્ત કરવાથી વાત સરળ થઈ જાય છે.