ભાગ લેનાર નાગરિકો દ્વારા સૌથી વધુ ડિસ્ટન્સ રેકોર્ડ કરશે તે શહેરને સન્માનિત કરાશે
અબતક-રાજકોટ
કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે 26મી સુધીના સમયગાળા દરમ્યાન “ફ્રીડમ 2 વોક” અને “ફ્રીડમ 2 સાયકલ” ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે.
આ ચેલેન્જના ભાગ રૂપે નિર્ધારિત સમયગાળામાં જે પણ શહેરમાંથી સૌથી વધુ નાગરિકો આ ચેલેન્જમાં ભાગ લેશે તે શહેરને કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ચેલેન્જના ભાગરૂપે નાગરિકો નીચે જણાવેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ચેલેન્જમાં જે શહેરના સૌથી વધુ નાગરિકો ભાગ લેશે અને ભાગ લેનાર નાગરિકો દ્વારા સાયકલિંગ કે વોકિંગમાં સૌથી વધુ ડિસ્ટન્સ રેકોર્ડ કરવામાં આવશે તે શહેરને સન્માનિત કરવામાં આવશે.
વોકિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક : https://www.allforsport.in/challenges/challenge/50e21374-5f2a-11ec-9eaf-8b4ae20ce2d7
સાયકલિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક : https://www.allforsport.in/challenges/challenge/59ed606c-5f2b-11ec-a227-0ba2cd7c9d96 છે. આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સ્ટેપ A: ઉપર જણાવેલ સાયકલિંગ ચેલેન્જ અથવા વોકિંગ ચેલેન્જની લિંક પર ક્લીક કરીને પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું. સ્ટેપ B: રજીસ્ટર કરતા જ “ફ્રીડમ 2 સાયકલ કેમ્પેઇન રાજકોટ” અથવા “ફ્રીડમ 2 વોક કેમ્પેઇન રાજકોટ” પેજ ખુલશે. તે પેજ ઉપર શહેરના કેમ્પેઇનમાં “જોઈન ચેલેન્જ” પર ક્લીક કરીને જોડાવું. સ્ટેપ C: ચેલેન્જમાં જોડાયા બાદ strava અથવા google fit જેવી, એપ્લિકેશન થકી ડિવાઇસને કનેક્ટ કરવું. સ્ટેપ D: રોજની સાયકલિંગ અથવા વોકિંગને લગત એકટીવીટીને તિફિંદફ અથવા લજ્ઞજ્ઞલહય રશિં જેવી, એપ્લિકેશન પર રેકોર્ડ કરવી.