બાઇક અને રોકડ સહિત રૂ. 7ર,000 ના મત્તાની ચોરી: સીસી ટીવીના આધારે તપાસ શરૂ
અબતક, શબનમ ચૌહાણ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. બંધ ઘરમાં તસ્કરો ત્રાટકી અને સોના-ચાંદીના ઝવેરાત વાસણ ઉપરાંત બાઇકની ચોરી કરી અને પલાયન બની જવા પામ્યા છે.
આ મામલે મકાન માલિક યથાર્થભાઇ નિમેશભાઇ સોમપુરા (ઉ. વ.22) એ ફરીયાદ નોંધાવેલી છે કે,મંગલમુર્તી ટાઉન શીપ ભગવતધામ ગુરૂકુળ પાછળ આરોપીઓએ ફરીયાદીના બંધ મકાનમા દિવસે અથવા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનના ફળીયામા રાખેલા મોટરસાયકલ હોન્ડા સાઇન રજી.નં જી.જે.-13-9832 કિં.રૂા.15,000/- તેમજ ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરના મંદીરમા રાખેલી ગણપતિજી, રીધ્ધી-સીધ્ધી માતાજીની નાની ચાંદીની મુર્તિઓ તેમજ મહાદેવજીનુ શીવલિંગનુ નાનુ ચાંદીનુ થાળુ તેમજ નાની ચાંદીની વાટકી તેમજ નાની ચાંદીની લોટી તેમજ ચાંદીના ત્રણ નાના દિવાઓની ચોરી થઇ છે.
આ ઉપરાંત ટોકરી, ચાંદીના વાસણો જેમા નાની થાળી નંગ-2 તેમજ વાટકી નંગ- તેમજ ચમચી નંગ-2 તેમજ પ્યાલી નંગ-2 તેમજ ચાંદીની આશરે 50 જેટલા સિક્કાઓ જે ચાંદીની આશરે કિં.રૂા.25,000 તેમજ સોનાની વિટી નંગ-2 તેમજ સોનાની બંગળીઓ નંગ-2 તથા સોનાની કાનની બુટી જોડી નંગ-1 તેમજ નાનુ સોનાનુ પેન્ડલ નંગ-1 જે કુલ સોનાના દાગીનાની કિંમત રૂા.30,000/- તથા રોકડા રૂપિયા 2,000/- મળી કુલ કિં.રૂા.72,000/- ની કિંમતના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગયો હતો. આ બનાવની તપાસ પી.એસ.આઇ. જી.કે.જાડેજાએ હાથ ધરી છે.