નાનામોટા ઝઘડા દરેક સંબંધમાં સામાન્ય છે. પરંતુ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજાની કેટલીક આદતો ઘણી મુશ્કેલી ઉભી કરે છે. જો કે સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ પુરૂષો વિશે ફરિયાદ કરતી જોવા મળશે, પરંતુ સ્ત્રીઓમાં પણ ઘણી એવી આદતો હોય છે જે ઘણીવાર પુરુષોને ચિડવે છે. એટલા માટે આજે અમે તમને મહિલાઓની એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ જે પુરુષોને પરેશાન કરે છે.
આવી આદતોને અટકાવશો તો સંબંધોમાં કડવાશને અટકાવી શકો છો.
પ્રેમના સંબંધને ઘણીવાર ખાટા-મીઠા સંબંધ તરીકે ગણવામાં આવે છે, જેમાં નાની નાની ઝઘડાઓ પ્રેમમાં વધારો કરે છે અને એકબીજાને નજીકથી જાણવાની તક પણ આપે છે. આ સંબંધમાં પણ ઘણી એવી વસ્તુઓ અને આદતો છે, જે એકબીજાને ક્યારેય પસંદ નથી આવતી. જો કે છોકરાઓની ઘણી એવી આદતો હોય છે, જે છોકરીઓને પસંદ નથી હોતી પરંતુ તેમ છતાં તેઓ કશું કહેતા નથી.
સ્ત્રીઓની આદતો જે પુરુષોને હેરાન કરે છે:
- મહિલાઓની એક વાત વારંવાર કહીને કે યાદ કરીને દુઃખી થવાની આદત પુરુષોને ખૂબ જ પરેશાન કરે છે. જો આવું લાંબા સમય સુધી સતત થતું રહે તો પુરુષો સંબંધમાં ચિડાઈ જવા લાગે છે.
- મહિલાઓની જગ્યાએ જગ્યાએ શોપિંગ કરવાની આદતને કારણે ઘણીવાર પતિ કે બોયફ્રેન્ડ ખૂબ જ પરેશાન રહે છે. જ્યાં આનાથી પૈસાની બચત થતી નથી અને દરેક જગ્યાએ પુરૂષોને સાથે રહીને સમય આપવો પડે છે જેનાથી પરેશાની થાય છે.
- 3.મહિલાઓને દરરોજ અને વારંવાર રસોઈ વિશે પૂછવાની આદત પણ ખૂબ જ ખરાબ છે પછી થાય છે એવું કે કહેલ જમવાનું તો બને જ નહીં છતાં શું બનવું તે પ્રશ્નથી હમેશાં હેરાન રહે છે.
- મેક-અપ અને જ્વેલરી પ્રત્યે મહિલાઓનો વધુ લગાવ પણ પુરૂષોને ઘણી વખત પરેશાન કરે છે. ખાસ કરીને પાર્ટીમાં જવા માટે તૈયાર થવાના સમયે.
- પુરૂષોને સ્વચ્છ રહેવા માટે વારંવાર અટકાવવાની મહિલાઓની આદત પણ ઘણી ખરાબ છે. તમે ભીનો ટુવાલ કેમ મૂકી દીધો, ઘરમાં બુટ પહેરી કેમ આવો છો ? વગેરે, વગેરે.
- હું તમને કેવી લાગુ છું હું જાડી થઈ ગઈ છું કે નય, મારે મારો વજન ઘટાડવો જોઈએ કે નહીં
- મારા એકલે કે પત્નીના ક્ટૂંબીજનો વિશે વાત કરવી કે તેનું સારું નથી બોલતા.