ઓમિક્રોન ઇન્ફેકશનમાં આર.ટી.પી.સી.આર. પોઝિટિવ આવે પણ સાચી પરખ જીનોમ સિકવન્સથી થાય: ડો. જાડેજા
અબતક, રાજકોટ
‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં ઓમિકોન કેટલો ખતકનાક છે. અને તેના લક્ષણો કેવા હોય છે. ઉપરાંત કોરોના અને ઓમિક્રોનમાં વિશ્ર્વમાં સતત વાઇરસમાં તેનું સ્વરુપ બદલે છે. ત્યારે તેના લક્ષણોમાં અને તેની તકેદારી વિશે કેટલું ઘ્યાન રાખવું જોઇએ. કેટલી સાવચેતી રાખવી જોઇએ. ઓમિક્રોન ન થાય તે માટે આપણે શું ઘ્યાન રાખવું જોઇએ અને આપણે વેકિસનેશનથી કેટલો ફાયદો થાય છે. એ વિશે ફિજીશિયન એન્ડ ક્રિટીકલ કેરના સ્પેશ્યાલીસ્ટ ડો. દિગ્વિજયસિંહ જાડેજાએ વિસ્તૃત તે કાર્યક્રમ ‘અબતક’ ચેનલ દ્વારા તાજેતરમાં ટેલીકાસ્દ કરવામાં આવ્ય હતો. જેની સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યો છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોનએ કોરોનાનું સતત બદલાતું જતુંં સ્વરૂપ છે. તેનુ: કારણ શું ?
જવાબ:- ઓમિક્રોન એ કોરોના જેવો જ વાઇરસ છે. જયારે સમય પ્રમાણે તેમાં પ્રકૃતિમાં વાઇરસમાં બદલાવ આવે ત્યારે શરીરમાં વેરિયન્ટની ઉત્પતિ થતી હોય છે. જયારે આવુ થાય ત્યારે વેરિયન્ટએ કુદરતી પ્રક્રિયા જેવું છે. જે કોરોના જેવા વાઇરસ માંથી ડબલ કેમ બનતા જાય છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન વાઇરસ એ કુદરતી છે કે તેનો ઉદભવ થયો છે?
જવાબ:- વાઇરસએ કુદરતી છે કે તેનો ઉદભવ થયો છે એનો કોઇ ડેટા નથી કે તે કોઇએ અનુભવ્યું નથી. એટલે કહેવું મુશ્કેલ છે. પણ અત્યાર સુધીમાં વાઇરસે લોકોને ઘણુ નુકશાન પહોચાડયું છે એ પરથી લોકો સ્વભાવ પ્રમાણે અલગ અલગ કહી શકે છે. આમ તો કહેવાય છે ને કે માનવી એટલી વાતો એ પ્રમાણે છે.
પ્રશ્ર્ન:- કોરોના વાઇરસ એ કયાંથી આવ્યો છે? તે કુદરતી રીતે આવ્યો છે કે લોકોએ આ વાઇરસને બનાવ્યો છે?
જવાબ:- કોરોનામાં વર્ષો જતા રહ્યા તે પછી પણ એ કહેવું મુશ્કેલ છે. પણ કોરોના એ એક અલગ જ વાઇરસ છે. આપણા ભારતમાં ચોથો કે પાંચમો વાઇરસ એમિક્રોન છે.
પ્રશ્ર્ન:- એમિક્રોન વાઇરસના અમુક પ્રકારના લક્ષણો અલગ હોય શકે ખરાં ?
જવાબ:- એમિક્રોન વાઇરસએ કુદરતી છે કે લોકોએ તેનું સર્જન કર્યુ છે તે પ્રકારના લક્ષણો વાઇરસ વિશે કોઇ ડેટા હજુ સુધી મળ્યો નથી એટલે… કંઇક કહી ન શકાય.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન વાઇરસ માણે ઉત્પન્ન કર્યો છે? અને તે દ. આફ્રિકાથી આવ્યો છે. તે લોકોને શંકા છે તે સાચું છે?
જવાબ:- ઓમિક્રોન વાઇરસમાં કોઇ ષડતંત્ર હોતું નથી. લોકો અલગ અલગ ચર્ચાઓ કરતા હોય છે. તેનો વોરિયન્ટ અને કેસો એ ત્યાંથી પહેલીવાર ડીટેકટને નોટિફાય કર્યા હતા એટલે સાઉથ આફ્રિકાથી ઉત્પન્ન થયો એમ મનાવ છે.
પ્રશ્ર્ન:- કોરોનામાં લોકો એમ કહેતા કે આ બધુ ડોકટરોને કમાવા માટે ષડતંત્ર છે તે શું સાચું છે?
જવાબ:- કોરોનામાં લોકોએ અલગ અલગ વાતો કરતા હતા પણ એ અમારા મેડિકલ ચર્ચામાં એવું બન્યું નથી. કોરોના વાઇરસ એ મોટાપાયે અને લાંબા સમય સુધી ટકી રહ્યો છે. એટલે બધા એવું પણ કહેતા હતા કે દવાઓ, રસીઓ, અને આ વાઇરસ એ બધુ અફવા છે. પણ ડોકટરો એ પણ આ વાઇરસના નિવારણ માટે મહેનત પડી છે. અને તેની સામેની લડત બહુ લાંબી ચાલી છે.
પ્રશ્ર્ન:- કોરોનાથી થતી શરદી અને રેગ્યુલર રીતે થતી શરદીમાં શું ફરક છે?
જવાબ:- શિયાળામાં શરદી જયારે થાય છે ત્યારે અમુક દિવસોમાં મટી જાય છે. જયારે કોરોનામાં થાય છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શકિત પર આધાર રાખે છે. જયારે તે ફેફસામાં જાય છે ત્યારે તેની અસર ખૂબ ઘાતક સાબિત થાય છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોનના અલગ અલગ વોરિયન્ટ વિશે માહીતી આપી શકશો?
જવાબ:- આપણે ત્યાં ઘણા બધા વાઇરસ આવી ગયા છે આલ્ફા, બીટા, ડેલ્ટા, ડેલા પ્લસ વેરિયન્સ અને ઓમિક્રોન એ ચોથો કે પાંચમો વાઇરસ છે. એમાં કોરોના એ લોકોને વધારે નુકશાન કરતા સાબિત થયો છે. કોરોના એ એક અલગ જ વાઇરસ છે. એ ફેફસામાં જલ્દીથી ફેલાઇ જતો હતો. અને ડેલ્ટા વાઇરસ હતો તેમા જે નુકશાની થઇ તેમાં તો ઇજેકશન રસીઓ પૂરતી પહોંચી ન હતી તે માટે લોકોને હાનિ પહોંચી હતી. અને કોરોનામાં રસીઓ ઉપલબ્ધ છે. હવે તેનું જોખમ ઓછું થવાની શકયતા છે. એમ કહી શકાય. આપણે પણ રસીના બન્ને ડોઝ અને રસીનાં ત્રીજો બુસ્ટર ડોઝ આવે છે તે પણ લઇ લેવો જોઇએ. કારણ કે છ કે આઠ મહિના પછી તેનો પાવર ઓછો થવાથી ત્રીજો ડોઝ પણ સમયસર લઇ લેવો જોઇએ.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન એ કોરોના જેટલો ચેપી અને નુકશાનકર્તા છે? ચેપીનો મતલબ શું ?
જવાબ:- ચેપી એટલે ઝડપથી સંક્રમિત કે ફેલાવો કરે એટલે ઓમિક્રોનમાં ન્યુટ્રીશિયન વધારે છે એટલે એમાં કેસીસ ડબલ થવાનું જોખમ વધારે છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન ના લક્ષણ શું છે?
જવાબ:- બીજા દેશોના લોકોના રિપોર્ટ પરથી આપણે જાણવા મળ્યું છે કે ઓમિક્રોનમાં શરદી ઉઘરસ, તાવ કે બળતરા થવી પણ મેઇન થાક લાગવો, કળતર થવી, અને રાત્રિના પરસેવો થવો એ પણ ખાસ લક્ષણ છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન ના લક્ષણો પરથી માની લેવું ઓમિક્રોન છે? તે ખબર કેમ પડશે?
જવાબ:- તેના લક્ષણો હોય તો માની શકાય પણ તેની સાથે આપણે રિપોર્ટ કરાવી લેવો જોઇએ. અને તે વ્યકિત કોઇ પોઝીટીવ વ્યકિત ના સંપર્કમાં હતો. તે તે ટ્રાવેલીંગ કરીને આવ્યો છે તે પરથી જાણી શકાય.
પ્રશ્ર્ન:- ઓમિક્રોનમાં કયા પ્રકારના રિપોર્ટ કરાવા જોઇએ?
જવાબ:- ઓમિક્રોનમાં આપણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવો જરુરી છે. અને જીનોમ સ્ટડી માટે મોકલીએ તો પાંચ કે છ દિવસે આવેછે. ટુંક સમયમાં તે કીટ પણ આવશે કે તે એક કે દોઢ દિવસમાં ઓમિક્રોન છે કે નથી તે બતાવી શકે.
પ્રશ્ર્ન:- કોરોના રિપોર્ટ એક દિવસમાં આવતો હતો તો ઓમિક્રોન નો આવે છે?
જવાબ:- હજી પણ આવે છે હાલમાં જે વ્યકિત ટ્રાવેલીંગ કરીને આવ્યો હોય તેની તપાસ અને લક્ષણો પરથી આપણે સાબિત કરી શકીએ
કે ઓમિક્રોન છે કે નથી અને કોઇના સંપર્કમાં નથી તે જાણી લેવું જોઇએ.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન એ ખતરનાક છે? અને તે જીવલેણ છે ?
જવાબ:- હાલમાં જે લોકોએ રસી નથી લીધી તેઓ માટે અને જે લોકો આ વાઇરસ બાબતે સિરિયસ નથી તેના માટે આ વાયરસ વધુ ખતકનાક અને જીવલેણ સાબિત થઇ શકે છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોનમાં કેવા પણ કવોરન્ટાઇન જરૂરી છે?
જવાબ:- હા, હાલમાં તો જરૂરી છે લોકો ચૌદ દિવસ માટે કવોરન્ટાઇન રહે બંધબારણે એકલા રહેવા ટેવાયેલા નથી એટલે આપણે સાવધાની રાખવી જોઇએ. આપણે કહીએ છીએ ચેતતા પર વધુ સુખી એ પ્રમાણે છે.
પ્રશ્ર્ન:- હવેના પ્રોગ્રામોમાં કોરોના જેવું કાંઇ જ નથી તો શું ચેપ લાગવાની શકયતા વધી શકે છે?
જવાબ:- આપણે કહીએ છીએ કે ટાણુ સાચવી લેવું જોઇએ એટલે આપણો ખરાબ સમય ચાલે છે. અને તે પસાર થઇ જશે. એટલા માટે સાવધાની જરુરી છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન એ જીવલેણ નથી તો શા માટે બંધન રહેવું જોઇએ ?
જવાબ:- આપણે સાવધાની રાખવી તે હજુ પણ એટલી જ જરુરી છે. માટે માસ્ક, સેનિટાઇઝર, વારંવાર હાથ ઘોવા, એ આપણા રોજીંદા જીવનમાં આપણી ટેવો સુધારી લેવી જોઇએ અને તેનું પાલન કરવું હિતાવહ છે.
પ્રશ્ર્ન:- વેકિસનેશન કેટલી અસર થશે તમે શું કહેશો?
જવાબ:- રસી તો બધા એ જ લીધી છે. એમાં કાંઇ થયું નથી. ને કોરોનાની મહામારીમાંથી બચી શકયા છે. આપણે તે માટે તે ફાયદાકારક જ છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોનમાં પણ આયુર્વેદ ઉપયોગી થઇ શકે છે?
જવાબ:- હા ઉપયોગી તો થઇ શકે છે પરંતુ આપણે બેસિક નિયમોનું પાલન કરશું તો પણ પૂરતું છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન ચેપી છે ત્યારે આપણે શું ઘ્યાન રાખવું જોઇએ?
જવાબ:- યોગ્ય રીતે મોઢુ અને નાક ઢંકાયેલું રહેવું જોઇએ માસ્ક, સેનિટાઇઝર અને ભીડવાળી જગ્યાએથી દૂર રહેવુઁ એ જરુરી છે.
પ્રશ્ર્ન:- ઓમિક્રોન ન થાય તે માટે આપણે શું કરવું ?
જવાબ:- મારો તમામ દર્શકોને એક સંદેશ છે કે ઓમિક્રોન ના આંકડાઓ સતત વધી રહ્યા છે માટે આપણે થોડીક સાવધાની રાખીશું તો આપણે નુકશાનીથી બચી શકીશું. તેના માટે આપણે રસીના બન્ને ડોઝ પછી બુસ્ટર ડોઝ પણ સમયસર લઇ લેવો જોઇએ.