સમાધાન પેનલમાં બિલ્ડરો અને ગ્રાહકો તરફના ૧૦-૧૦ પ્રતિનિધિઓ મતભેદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે
નવા રીઅલ એસ્ટેય કાયદા ‘રેરા’ હેઠળ બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેની તકરાર નિવારવા માટે સમાધાન સમિતિનું ગઠન કરનાર મહારાષ્ટ્ર સૌ પ્રથમ રાજય બન્યું છે.
સમાધાન સમિતિ બિલ્ડર અને ગ્રાહક વચ્ચેની તકરાર હાઉસીંગ રેગ્યુલેટર સમક્ષ પહોચે તે પહેલા ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. અલબત સમાધાન ન થઈ શકયું હોય તેવા કિસ્સામાં સમગ્ર મામલો સ્ટેટ રેગ્યુલેટર પાસે પહોચશે મહારાષ્ટ્રમા આ સમાધાન પેનલ આગામી ત્રણ મહિનામાં કાર્યરત થઈ જશે. તેવું સ્ટેટ રેરા ચેરમેન ગૌતમ ચેટરજીનું કહેવું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, આ પગલાથી ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે વિશ્ર્વાસ વધશે. સમાધાન સમિતિમાં બે પેનલ રહેશે. એક પેનલ બિલ્ડરોની રહેશે જયારે બીજી પેનલ ગ્રાહકોનાં પ્રતિનિધિઓની રહેશે. બીજી પેનલોમાં ૧૦-૧૦ સભ્યો રહેશે. બંને પેનલનાં પ્રતિનિધિઓ મળી નાના મોટા વિખવાદો મતભેદોનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે. બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિખવાદો ઘણી વખત વર્ષો સુધી ચાલતા હોય છે. સમાધાન ન થવાના પરિણામે લાખો રૂપીયાના વ્યવહારો અટકી જાય છે.
બંને પક્ષે નુકશાન થાય છે જેથી સમાધાન સમિતિની રચના કરવી જ‚રી બને છે. બીજી તરફ આંકડા મુજબ હાલ મહારાષ્ટ્રમાં ૧૩,૩૦૦ પ્રોજકેટ શરૂ છે. જેમાં માત્ર ૪૫૦ જ નવા છે. નવો કાયદો આવવાના કારણે બિલ્ડરો પ્રોજેકટ શરૂ કરવામાં અચકાતા હતા.