ભીમ આર્મીના વડા સહિત 13 લોકોને એરપોર્ટ ઉપર જ પકડી લેવામાં આવ્યા હતા
અનામતનો મુદ્દો ફરી ઉપાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ઓબીસી અનામતમાં વધારો કરવાની માંગ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જનારા ભીમ આર્મી ના વડા ચંદ્રશેખર આઝાદ સહિત ૧૩ લોકોને એરપોર્ટ ઉપર જ પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ઓબીસી અનામત માટે ભીમ આર્મી ૨૭ ટકાની માંગ કરી છે અને તેના માટે તેઓ શિવરાજ સિંહ ચૌહાણ ના નિવાસ્થાને જવા ઇચ્છતા હતા પરંતુ તેઓને એરપોર્ટ પર થી જ પકડી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય સ્થાનિક લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ અંગે રજૂઆત કરવા માટે યોજાયેલી સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે વિવિધ સંગઠનો અનામતની માગણીને લઈ ઓબીસી મહાસભા સીએમ હાઉસ ઘેરવાની તૈયારીમાં હતી. સામે પોલીસે પણ આકરું વલણ દાખવ્યું હતું અને વિવિધ રસ્તાઓ પણ પોલિસ કાફલો ખડકી દેવા આવ્યો હતો. એટલુંજ નહીં તેમના દ્વારા રસ્તાઓને સીલ પણ કરી દેવામાં આવ્યા હતાં . પરિણામે ઓબીસી મહાસભાના કાર્યકરોની ધરપકડ કરી લીધી હતી .
ઓબીસી અનામતને લઈને ફરી રાજકારણ મધ્યપ્રદેશમાં ગરમાયુ છે જેમાં મધ્યક મધ્યપ્રદેશના કોંગ્રેસના વડા કમલનાથે માંગણી કરનાર સંગઠનો ની તરફેણમાં શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા જણાવ્યું હતું કે ભાજપ શું કામ ઓબીસી અનામત ને લઇ જે સંગઠનો માંગણી કરી રહ્યા છે તેમની વાત સાંભળતી નથી. ઢોસા તેઓએ અનામત માટે જે સંગઠનો લડત આપી રહ્યા છે તેઓને પણ આશ્વાસન આપ્યું હતું અને આ લડત ચાલુ રાખવા કહ્યું હતું સાથોસાથ એ વાતનો પણ ભરોસો કમલનાથ દ્વારા આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ તેમની પડખે છે.