ઉદ્યોગોની સ્થિતિ સુધરે અને સરકારને ટેક્સની આવક થાય તે માટે ફેરફાર થવાની આશા, ચાર સ્લેબ માંથી ત્રણ સ્લેબ કરવા સરકારની વિચારણા.
સરકાર માટે આવકવેરા વિભાગ અને જીએસટી ખૂબ મહત્વપૂર્ણ વિભાગો છે જે સરકારને કર પેટે આવક માં સહભાગી થતું હોય છે. બીજી તરફ નવા વર્ષ 2022 માં સરકારનો સતત એ મુદ્દે જ વિચાર ચાલી રહ્યો છે કે જીએસટીના દર માં કરવામાં આવે જેથી સરકાર અને ઉદ્યોગોને જે માટી અસરનો સામનો કરવો પડી રહ્યો છે તે ન થાય. હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ ને ધ્યાને લઇને સરકારને જે જીએસટી માં આવક આવી જોઈએ તે થઈ શકી નથી ત્યારે સરકાર આગામી સમયમાં એટલે કે નવા નાણાકીય વર્ષમાં જે ચાર સ્લેબ છે તેમાંથી ત્રણ સ્લેબ કરવાનો વિચાર કરી રહ્યું છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ આ મુદ્દે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી ત્યારે નાણામંત્રી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરાઈ છે કે આવનારા સમયમાં જીએસટીના દર યથાવત રીતે અમલી બનાવવામાં આવે જેથી સરકારને ખૂબ સારી રીતે અને સુચારુ રૂપમાં આવક થઈ શકે. સાથોસાથ ઉદ્યોગોને જે તકલીફનો સામનો કરવો પડે છે તે પણ ન કરવો પડે. હાલ સરકાર અને જીએસટી વિભાગ ની સ્થિતિ નટચાલ જેવી છે જેનું મુખ્ય કારણ પ્રવર્તિત કોરોના પણ છે. જો કોરોના ના કેસ માં ઘટાડો આવશે તો આવકમાં સીધો જ વધારો થઈ શકે છે અને તેનો ફાયદો જીએસટી ને પણ હશે પરંતુ હાલ કોરોના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને લઇ સરકાર જીએસટી ની આવક વધારવા માટે લેબ છે તેને ઘટાડશે.
યોગ્ય આવક ન થતા ટેક્સનું ભારણ પણ ખૂબ વધુ પ્રમાણમાં ઉભુ થયું છે જેને ઘટાડવા માટે પણ જીએસટી કાઉન્સિલ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બીજી તરફ જો સરકાર અને જીએસટી વિભાગ સુચારુ વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરતું હોય તો આત્મનિર્ભર ભારત ને પણ તેઓએ પ્રોત્સાહન આપવું ફરજીયાત છે. જે વર્ષ 2022 શરૂ થયું છે તે જીએસટી વિભાગ અને કેન્દ્ર સરકાર માટે ખૂબ મહત્ત્વનું બની રહેશે સાથોસાથ નવા બજેટમાં પણ જીએસટી અને સુચારુ રૂપથી ચલાવવા માટેના નવા પ્રવિધાન પણ કરવામાં આવી શકે.