Table of Contents

 

સીબીડીટી ઓપન-હાઉસમાં ઉદભવીત થયેલા પ્રશ્ર્નોની ગંભીરતાથી લ્યે છે નોંધ !!!

 

અબતક, રાજકોટ

કેન્દ્ર સરકાર હર હંમેશ લોકોની સુખાકારી અને સલામતી જળવાય તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા પણ કરદાતાઓને યોગ્ય સુવિધા અને પૂરતી સુવિધા મળી રહે તે માટે અનેક વિકાસ લક્ષી કાર્યો પણ હાથ ધરવામાં આવતા હોય છે. સીબીડીટી આ મુદ્દાને ધ્યાને લઇ વિવિધ સમયે ઓપન હાઉસ નું આયોજન પણ કરતું હોય છે જેથી તેઓ જાણી શકે કે કરદાતાને કયા પ્રકારના પ્રશ્નો ઉદભવીત થઈ રહ્યા છે અને તેઓ કઈ જગ્યાએ મુશ્કેલી વેઠી રહ્યા છે.

આવકવેરા વિભાગ અને કરદાતાઓ વચ્ચેની મહત્વપૂર્ણ કડી એટલે ટેક્સ ક્ધસલ્ટન્ટ

આ તકે આવકવેરા વિભાગના અધિકારીઓ સતત એ દિશામાં જ કાર્ય કરતા હોય જેમાં તેઓને વધુ ને વધુ સૂચનો અને સુજાવો કરદાતાઓ પાસેથી મળે છે જેનું મુખ્ય કારણ એ છે કે ઓપન હાઉસમાં જે વિચારો અને સૂચનો આપવામાં આવેલા હોય તેની બોર્ડ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટ ખાતે આગામી 6 જાન્યુઆરીના રોજ એક મેગા ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં બોર્ડના અધિકારીઓની સાથે ગુજરાત આવકવેરા વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર પણ ઉપસ્થિત રહેશે અને કરદાતાઓની સાથે ટેક્સ ક્ધસલ્ટન્ટને ઉદભવતા પ્રશ્નો સાંભળશે અને તે અંગેની રજૂઆત પણ બોર્ડને કરવામાં આવશે. કે રાજકોટના કમિશનર દ્વારા કરદાતાઓની સાથે એક ક્ધસલ્ટન્ટ અને આ ઓપન હાઉસમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવ્યું છે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અપીલ પણ કરેલી છે.

કરદાતાઓ માટે કરવામાં આવતી રજૂઆત માટેનું પ્લેટફોર્મ એટલે ઓપનહાઉસ : સી.એ રાજીવભાઈ દોશી

રાજકોટના અત્યંત પ્રચલિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ દોશીએ  અબતક સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ કરદાતા માટે ઓપન હાઉસ એ રજૂઆત કરવા માટેનું સૌથી પ્રબળ અને મજબૂત પ્લેટફોર્મ છે. તેઓએ કહ્યું હતું કે ઓપન હાઉસમાં માત્ર એક વ્યક્તિ ની રજૂઆત ન હોઈ શકે જ્યારે એક સમૂહ રજૂઆત કરે તો બોર્ડ દ્વારા પણ આ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી હોય છે જેથી ઓપન હાઉસ નું મહત્વ અનેરું છે. જ્યારે નાણામંત્રાલય અને બોર્ડ દ્વારા જે ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અમલી બનાવી છે તે લાંબા ગાળા માટે કરદાતાઓ માટે ફાયદારૂપ છે જેનું મુખ્ય કારણ એ છે કે આ સ્કીમ હેઠળ જે યુમન ઇન્ટરવેન્શન રહેતું હતું તે નહીં રહે. પરંતુ સામે કરદાતાઓએ રજૂઆત કરવા માટે ની કળા અથવા તો તેમનું જે કેસ હેન્ડલ કરતા હોય તેમના સી.એ યોગ્ય રીતે રજૂઆત કરવી પડશે જેથી તેમનું યોગ્ય નિવારણ આવી શકે.

તો સામે પક્ષે અધિકારીઓએ પણ યોગ્ય રીતે કરદાતાઓને સાંભળવા જોઈએ અને તેમને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવું જોઈએ જે કેસમાં મોટી ડિમાન્ડ અથવા તો લીગલ ઇસ્યુ સામે આવ્યા હોય તેમાં ખાસ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ અનિવાર્ય બની જતું હોય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવતા હોય છે તેને અનુસરવું થોડા સમય માટે કઠિન બનતું હોય  છે .પરંતુ લોકોએ અથવા તો કરદાતાએ તેને યોગ્ય પ્રતિસાદ આપવો જોઈએ સામે કરદાતાની જાગૃતતા પણ એટલી જ જરૂરી છે જેમાં તેઓએ સમયસર પોતાના રિટર્ન ફાઇલ કરવા જોઇએ જેથી કોઇપણ પ્રકારની હાલાકીનો સામનો તેઓએ કરવો ન પડે.

સરકાર દ્વારા જે સિસ્ટમ અમલી બનાવવામાં આવતી હોય છે તેને અનુસરવામાં આવે તે સમયે જ બીજી સિસ્ટમ  આવતા તકલીફ અનુભવી પડે છે : કમલેશભાઈ સાવલિયા

રાજકોટના જાગૃત કરદાતા એવા કમલેશભાઈ સાવલિયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ કરદાતા તરીકે ઘણી તકલીફ નો સામનો કરી રહ્યા છે જેમાં સૌથી મોટું કારણ એ છે કે સરકાર નિયત સમયમાં જ અનેકવિધ સિસ્ટમ અમલી બનાવી છે ત્યારે એક સિસ્ટમને હજુ સમસ્યા ન હોય ત્યારે જ બીજી સિસ્ટમ અમલી થતા તે સમજવું ખૂબ કઠિન બનતું હોય છે. સાથોસાથ જે સિસ્ટમ માં રિટર્ન ફાઈલ કરેલા હોય અને તે સમયે જ્યારે નવી સિસ્ટમ પ્રગતિ થાય તો ફરી રિટર્ન ફાઇલ કરવા પડતા હોય છે જે ખૂબ જ સમય માંગી લે છે ત્યારે ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવે છે તેમાં આ મુદ્દો પણ ચર્ચામાં લેવો જોઈએ જેથી કરદાતાઓ કે જે હાલ ગંભીર તકલીફનો ભોગ બની રહ્યા છે તે ન બને. તેઓએ જણાવતાં કહ્યું હતું કે વ્યવસ્થા અને આગળ વધારવા માટે જે સમય મળતો હોય તે સમય આ પ્રકારની તકલીફોને નિવારવા જ વ્યતીત થઈ જતો હોય છે જે અંગે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે.

આવકવેરાનું પોર્ટલ બદલતા હજુ તેનો લાભ કરદાતાઓને થોડા સમય બાદ મળી રહે છે : સીએ મેહુલભાઈ રાણપુરા

ચાર્ટડ એકાઉન્ટન્ટ મેહુલભાઈ રાણપુરાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલ આવકવેરા વિભાગ દ્વારા જે પોર્ટલ બદલવામાં આવ્યું છે તેનાથી કરદાતાઓને લાભ સો ટકા થશે પરંતુ હજુ તે માટે થોડો સમય પણ લાગશે જેનું મુખ્ય કારણ એ છે કે પોર્ટલ બદલાતા જે ટેકનિકલ ગ્લિચીસ ઉભી થઇ રહી છે તેનું નિવારણ ત્વરિત થઈ શકતું નથી. બીજી તરફ તેઓએ ઓપન હાઉસ ના સંદર્ભમાં કહ્યું હતું કે અહીં કરદાતાઓ પોતાનો ઉદભવતો પ્રશ્ન મુક્ત મને રજૂ કરી શકે છે એટલું જ નહીં ટેક્સ ક્ધસલ્ટન્ટ અને ઓથોરિટી વચ્ચે પણ આ સમયે યોગ્ય સંવાદ થતાં જે ખરો પ્રશ્ન કરદાતાઓને ઉદભવી થતો હોય તે અંગે પણ તેઓ માહિતગાર થતા હોય છે જેથી ઓપન હાઉસ નું મહત્વ ખૂબ વધુ છે. બીજી તરફ તેઓએ કરદાતાઓને અપીલ કરતાં પણ જણાવ્યું હતું કે જો કરદાતા યોગ્ય રીતે જાગૃત નહીં થાય તો તેઓએ પણ ઘણી તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડશે આ સ્થિતિ ન ઉદભવે તેના માટે કરદાતાઓની જાગૃતતા ખૂબ જ જરૂરી છે.

ઓપન હાઉસનું ઉતરોતર આયોજન કરદાતા અને અધિકારી વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટેનું એક યોગ્ય માધ્યમ છે : સી.એ દિવ્યાંગભાઈ શાહ

રાજકોટમાં સીએ તરીકે છેલ્લા લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા દિવ્યાંગભાઈ શાહે અબતક સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓપન હાઉસ માટે જે કોઈ વ્યક્તિ ઇનીસીએટિવ લેતું હોય છે તે સરાહનીય છે કારણકે ઓપન હાઉસ ના ઉતરોતર આયોજન દ્વારા કરદાતા અને અધિકારી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનતા હોય છે. ઓપન હાઉસમાં પોલીસની લેવલના પ્રશ્નોના બદલે એસેસમેન્ટ અથવા અપીલ ઇફેક્ટના મુદ્દા લેવામાં આવતા હોય છે અને તેનો સીધો ફાયદો કરદાતાઓને મળે છે.

આગામી 6 જાન્યુઆરીના રોજ એક વિશેષ ઓપન હાઉસનું કરાયું આયોજન, ગુજરાત આવકવેરા વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર સહિતના અધિકારીઓ રહેશે ઉપસ્થિત

વધુમાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે એટલે ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ સરકાર નો ખુબ સારો નિર્ણય છે, પરંતુ સરકાર દ્વારા જો તેની યોગ્ય રીતે અમલવારી થાય તો તે ખૂબ જ ફાયદારૂપ સાબિત થઇ શકે છે હાલના તબક્કે આ સ્કીમ હેઠળ જે મુદતો આપવામાં આવે છે તે ખૂબ જ ટૂંકી હોવાના કારણે તે સમય દરમિયાન યોગ્ય પુરાવાઓ એકત્રિત કરવા ખૂબ જ અઘરા બનતા હોય છે. આ સમયે જો પુરતો સમય આપવામાં આવે તો જે કરદાતાઓને અને જે ડિપાર્ટમેન્ટને પ્રશ્નો ઉદ્ભવી થતા હોય તે ન થાય. અંતમાં તેઓએ કહ્યું હતું કે સરકાર અને બોર્ડ દ્વારા જે નોટિફિકેશન નો વારંવાર આવતા હોય છે ત્યારે તેને પ્રદર્શિત જો યોગ્ય દિશા માં કરવામાં આવે અને તેની પબ્લિસિટી વધુ ને વધુ થાય અથવા તો તેના માટેના જો સેમિનારનું આયોજન કરાય તો નવા નોટિફિકેશન ઓ ને આવકારવા અને તેને સ્વીકારવામાં કોઈ તકલીફ ન પડી શકે પરંતુ હાલ આ સ્થિતિ ન હોવાના કારણે ટેક્સ ક્ધસલ્ટન્ટ અને ઘણી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.

ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કરદાતા માટે અત્યંત આશિર્વાદરૂપ: ડો.રાજુભાઇ કોઠારી (કરદાતા)

જાગૃત કરદાતા એવા ડો.રાજુભાઈ કોઠારીએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે ફેસલેસ એસેસમેન્ટ  સ્કીમ અમલી બનાવવામાં આવેલી છે તે ખરા અર્થમાં કરદાતાઓ માટે આશીર્વાદ સમાન છે સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે પહેલા જે રીતે વહેવારો થતાં તે બંધ થયા છે અને તેનો સીધો જ ફાયદો કરદાતાઓને પહોંચ્યો છે. રોમા તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મર્યાદા દરેક સેક્સનમાં આપવામાં આવી છે તેમાં જો થોડો વધારો કરવામાં આવે તો કરદાતાઓની આવકમાં પણ હકારાત્મક અસર ઉભી થશે અને તેઓ પણ યોગ્ય રીતે કરતા હશે સામે સરકારને પણ તેનો પુરતો લાભ મળી શકશે. અંતમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકાર કરદાતાઓ માટે હર હંમેશા હકારાત્મક અભિગમ દાખવતું હોય છે પરંતુ જે નિર્ણય ની અમલવારી કરવામાં આવી જોઈએ તે થોડા લાંબા સમય માટે જો કરે તો કરદાતાને તેને તે રીતે સમજી શકે અને તેમની જવાબદારી પણ નિભાવી શકે હાલ જે ઝડપથી નિર્ણય સરકાર દ્વારા બદલાવવામાં આવી રહ્યા છે તેનાથી કરદાતાઓને ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. તેઓએ અન્ય કરદાતાઓને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે કરદાતા દ્વારા જે કર ચૂકવવામાં આવે છે તેનાથી રાષ્ટ્ર નિર્માણના કાર્યો પૂર્ણ થતાં હોય છે જેથી દરેક ની નૈતિક જવાબદારી છે કે તેઓ તેમનો કર યોગ્ય રીતે અને યોગ્ય સમયે ભરપાઇ  કરે.

કરદાતા અને વિભાગ વચ્ચે યોગ્ય સેતુ સાધવોએ ટેક્સ ક્ધસલ્ટન્ટની મહત્વની જવાબદારી: સી.એ બ્રિજેનભાઈ સંપત

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રિજેનભાઈ સંપતે આપતા કહ્યું હતું કે વારંવાર જે ઓપન હાઉસ નું આયોજન થતું હોય છે તે દાતા અને અધિકારીઓ એટલે કહી શકાય કે વિભાગ વચ્ચે વિશ્વાસ હું એક પ્રતીક છે સામે સરકાર દ્વારા જે નવીનતમ યોજનાઓ અમલી બનાવવામાં આવતી હોય છે તેનું મુખ્ય કારણ કરદાતાઓ અને લોકોને સાનુકૂળતા મળતી રહે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કરદાતા અને વિભાગ વચ્ચે ટેક્સ ક્ધસલ્ટન્ટ યોગ્ય રીતે સેતુ સાથે છે જેથી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદભવીત ન થાય. આ તકે તેઓએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ટેક્સ ક્ધસલ્ટન્ટ

રાષ્ટ્ર નિર્માણ માટે મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે તેમની એ પણ જવાબદારી હોય છે કે કરદાતાઓને યોગ્ય અને પૂરતી માહિતી આપવી પરંતુ છેલ્લા ઘણા સમયમાં જે ગતિએ બદલાવ આવ્યા છે તેને પચાવવા બંને પક્ષે ખુબ જ અઘરું સાબિત થયું છે ત્યારે જો કોઈપણ એક નિર્ણય જે સરકાર દ્વારા લેવામાં આવે અને તેને લાંબો સમય સુધી યથાવત રખાય તો તેની યોગ્ય રીતે જાળવણી શક્ય થઈ શકે છે. પદ્મા તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે સામે કરદાતાની પણ જવાબદારી એટલે વધતી હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે કરદાતા અંત સમય સુધી જે માહિતી પૂરી પાડવી પડે તે આપી શકતા નથી અને છેલ્લા સમયમાં ભાગદોડ ઈ કરવાના કારણે તેઓને હતાશ પણ થવું પડતું હોય છે આ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કરદાતાએ વધુ સાવચેતી અને જવાબદારી પૂર્વક હું વર્તન કરવું અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.