15 થી 18 વર્ષના બાળકોને સુરક્ષીત કરવા 3 થી 9 જાન્યુઆરી સુધી મેગા વેકિસનેશન ડ્રાઈવ
અબતક,રાજકોટ
રાજયની તમામ સરકારી કચેરીઓમાં આવતીકાલથી કોરોનાની વેકિસનના બંને ડોઝ લેનાર વ્યકિતને જ પ્રવેશ આપવામાં આવશે 15 થી 18 વર્ષના બાળકોને કોવિડથી સુરક્ષીત કરવા આગામી સોમવારથી 9 જાન્યુઆરી સુધી ખાસ વેકિસનેશન મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક અંગેની વિગતો આપતા પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતુ કે રાજ્યના 8 મહાનગરમાં હાલના રાત્રી કર્ફ્યૂ સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ જઘઙનો અમલ આગામી તારીખ 7મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે
કાલથી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી ના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે હાલમાં કુલ 1,10,000 પથારીની વ્યવસ્થા કરી છે. જેમાં 15,900 આઇ.સી.યુ. જ્યારે 7,800 વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. જ્યારે બાળકો માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં 10 થી 20 ટકા બેડ અને 1,000 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે
આ ઉપરાંત જિલ્લાઓમાં, શહેરોમાં જરૂરિયાત આધારે નવી /ટેમ્પરરી 500-1500 બેડનીકોવિડ-હોસ્પિટલોની સ્થાપના અને કોવિડ-હોસ્પિટલોમાં ઇમરજન્સી રિસ્પોન્સ કેન્દ્રો ઊભા કરવામાં આવનાર છે તેમજ રાજ્યમાં કોરોના સંબંધિત દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
મંત્રીએ કહ્યુ હતુ કે, આગામી તા. 3જીથી તા.9મી જાન્યુઆરી, 2022થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં તા. 03.01.2022થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે.
તા. 7 જાન્યુઆરી-2022ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા. 8 અને 9મી જાન્યુઆરી, 2022ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.1લી જાન્યુઆરી, 2022થી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. 3જી જાન્યુઆરી, 2022ના રોજથી શરૂ થનાર છે.
વધુમાં, આગામી તા. 10મી જાન્યુઆરી, 2022થી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ ’રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ. આ જુથમાં 6,24,092 હેલ્થ કેર વર્કર, 13,44,533 ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત 14,24,600 સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33 લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.
જે લાભાર્થીને કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધા બાદ 9 મહિના (39 અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોંવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે જખડથી પણ જાણ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત ઓમિક્રોનના જે કેસો નોંધાયા છે તે તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને અગમચેતીના ભાગરૂપે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેનું માત્ર ને માત્ર કારણ ગુજરાતમાં જે રસીકરણનું અભિયાન હાથ ધરાયું અને નાગરિકોને સુરક્ષિત કરાયા છે તેને આભારી છે. તેમણે ઉમેર્યું કે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને તા. 01-12-2021થી તા. 30-12-2021 સુધીમાં 18,96,458 રેપિડ તથા છઝઙઈછ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મંત્રીએ ગુજરાતમાં કોરોના રસીકરણની વિગતો આપતા જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં તા. 29 ડિસેમ્બર-2021 સુધી રાજ્યમાં 4,68,06,170 (94.9%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 4,22,21,731 (એલીજીબલના 94 % અને કુલ વસ્તીના 85.6 %)લાભાર્થીઓને બીજો ડોઝમળી કુલ 8.90 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9,02,746 2સીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.
આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલ તેમજ આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા હતા.