શહેરમાં કોરોનાના કેસ વધતા વાલીઓમાં અસમંજસભરી સ્થિતિ
જામનગર શહેરમાં કોરોનાના કેસ વધતા વાલીઓમાં ભયની સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. જેની સીધી અસર ખાનગી શાળઓમાં હાજર રહેતા વિધાર્થીઓની સંખ્યામાં દેખાઇ છે. કારણ કે, શહેરની 125 ખાનથગી શાળાઓમાં પાંચ દિવસથી 16811 થી 20735 છાત્ર ગેરહાજર રહ્યા છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોવીડ ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેનું કોઇ ચેકીંગ શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવતું નથી.જામનગરમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આટલું જ નહીં ઓમિક્રોનના કેસથી ચિંતા વધી છે.
આટલું જ નહીં થોડા દિવસો પૂર્વે શહેરની ખાનગી શાળાની વિધાર્થીની સંક્રમિત થતાં સપ્તાહ માટે શાળા બંધ કરવામાં આવી છે. જો કે, ત્યારબાદ પણ શહેરીમાં કેસ વધતા સીધી અસર શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા પર પડી છે. કારણ કે, શહેરની 125 ખાનગી શાળામાં 5 દિવસમાં 16811 થી 20735 છાત્ર ગેરહાજર રહ્યા છે. બીજી બાજુ શિક્ષણાધિકારી કચેરી દ્રારા રાજય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવા ખાનગી શાળાઓને પરિપત્ર કરાયો છે.
પરંતુ ખાનગી શાળાઓમાં કોવીડ ગાઇડ લાઇનનું પાલન થાય છે કે કેમ તે અંગે કોઇ ચેકીંગ કરવામાં આવતું નથી. આટલું જ નહીં સ્કૂલ રીક્ષા, વાનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહયા છે. આમ છતાં શિક્ષણઅધિકારી કચેરી દ્વારા કોઇ ચેકિંગ કરવા ન આવતા વિદ્યાર્થીઓ પર કોરોનાનો ખતરો તોળાઇ રહયો છે.