ઉના તાલુકાના ખજુદ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો વિદ્યાર્થીઓ ભગવાન ભરોશે શિક્ષણ લઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને શિક્ષણ અધિકારીઓને લેખિત અરજી કરતા ખજુદ્રા પ્રાથમિક શાળાની અંદર અનેક પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ તથા સ્કૂલની અંદર જંગલ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ગ્રાઉન્ડ શૌચાલય, ક્લાસરૂમની અંદર ગંદકી પ્રદુષણ જેવી અનેક પ્રકારની કામગીરી થતી નથી. વિદ્યાર્થીના વાલીઓ દ્વારા એવુ કહેવામાં આવી રહ્યુ છે કે જો પ્રાથમિક શાળા ની અંદર cctv કેમેરા લગાવવા માં આવે તો શિક્ષકો ની હકીકત વર્તણૂક બહાર આવે અને સરકાર શ્રીના નીતિ નિયમો મુજબ સ્કૂલની અંદર બાળકો વિદ્યાર્થીઓને ભણાવવામાં નથી આવતા, ચાલુ ક્લાસ ની અંદર વિદ્યાર્થીઓ ને ઘરે મોકલી દેવામાં આવે છે.
આવી અનેક પ્રકારની ફરિયાદો વિદ્યાર્થીના વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર સ્કૂલ કોલેજ અને બાળકો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે ખજુદ્રા ગામ ની પ્રાથમિક શાળાની અંદર બાળકો યુવાનોના ભવિષ્ય માટે સરકારી તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાઓ કેમ મૌન ધારણ કરી રહ્યા છે.
આવા અનેક પ્રશ્નો ખજુદ્રા પ્રાથમિક શાળા ની અંદર થઈ રહ્યા છે. સરકારી વહીવટ તંત્ર વહેલી તકે જાગી વિદ્યાર્થી બાળકો ના ભવિષ્ય માટે આગળ આવે એવી વાલીઓ ની માંગણી છે.