સૌથી મોટાં ગણિત રહસ્યોમાંથી એક રહ્યું છે, પરંતુ એકસપર્ટ્સનું માનવું છે કે, તેમણે શૂન્યની ઉત્પત્તિ શોધી કાઢી છે. વિજ્ઞાનીઓને શૂન્યની ઉત્પત્તિનો પહેલો પુરાવો ભારતીય બખ્શાલી હસ્તલિપિમાં પ્રતીકરૂપે મળ્યો છે. આ પુસ્તક ૧૮૮૧માં શોધવામાં આવ્યું હતું. પ્રતમાં ટપકારૂપી ચિહ્રન છે, જે છઠ્ઠી સદીમાં ઝીરો સિમ્બોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
બખ્શાલી હસ્તલિખિત પ્રતને ૧૮૮૧માં એક ખેડૂતે શોધી હતી. તેને પાકિસ્તાનના પેશાવરના બખ્શાલી ગામના ખેતરમાં દાટવામાં આવી હતી. ૧૯૦૨થી તે ઓકસફર્ડ યુનિવર્સિટીની બોડલી લાઇબ્રેરીમાં છે, જોકે તેને હવે લંડનમાં યોજાનારા સાયન્સ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, શૂન્યનો ઉપયોગ સૌપ્રથમ આ પ્રતમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રતનું લખાણ સૂચવે છે કે તે ત્રીજી સદીનું છે. આજે આપણે જે શૂન્યનો ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ તે સમયે કરવામાં આવ્યો હતો.
ઓકસફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે બખ્શાલી હસ્તપ્રત પર પહેલી વાર રેડિયોકાર્બન (પ્રાચીન દસ્તાવેજની ઉંમર જાણવાની પ્રક્રિયા) કર્યું હતું અને તેના પરથી જાણવા મળ્યું કે, શૂન્યનો ઉપયોગ ત્રીજી સદીથી શરૂ થયો હતો. જયારે અગાઉ તે પાંચમી સદી જૂનો હોવાનું મનાતું હતુ.