જયેશ પટેલની ક્રાઈમ સિન્ડિકેટ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો: લંડનમાં ઝડપાયેલા જયેશ પટેલને ભારત લાવવાના પ્રયાસો
અબતક,જામનગર
જામનગરમાં વકીલની હત્યા કેસમાં ફરાર અને લંડનમાં ઝડપાયેલા ભૂમાફિયા જયેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.
જામનગર પોલીસની દરખાસ્ત બાદ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા જામનગર પોલીસે આજે જયેશ પટેલની 8 કરોડ રૂપિયાની મિલ્કત ટાંચમાં લીધી હતી. જયેશ પટેલે આ મિલ્કત ખંડણી સ્વરૂપે મેળવી પોતાના સાગરિતોના નામે કરી નાખી હોવાનો ખુલાસો થયો છે.
જયેશ પટેલની ગેંગ સામે નોંધાયો છે ગુજસીટોકનો ગુનોભૂમાફિયા જયેશ પટેલની ક્રાઈમ સિન્ડિકેટને તોડવા માટે પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો અને જયેશ પટેલે સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી. જયેશ પટેલના સાગરિતો હાલ પણ જેલમાં બંધ છે.
જ્યારે જયેશ પટેલની થોડા સમય પહેલા જ બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને ભારત પરત લાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જયેશ પટેલની 8 કરોડની મિલ્કત ટાંચમાં લેવામાં આવીજયેશ પટેલ અને તેની ગેંગના સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે જયેશ પટેલની મિલ્કતો ટાંચમાં લેવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. સરકાર દ્વારા મંજૂરી મળતા જામનગર પોલીસે 8 કરોડ રૂપિયાની કિંમતના 35 જેટલા પ્લોટ ટાંચમાં લીધા છે.પોલીસે લાલપુર બાયપાસ નજીક ખોડલવિલા અને જે.જે.નગરમાં આવેલા પ્લોટ સીઝ કર્યા હતા. જયેશ પટેલે આ પ્લોટ ખંડણી સ્વરૂપે મેળવી પોતાના સાગરિતોના નામે કરી નાખ્યા હોવાનો ખુલાસો થયો છે.