એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા: સૌરાષ્ટ્રમાં પપ સહિત રાજયમાં 394 કેસ: 14ર0 એકિટવ કેસ: લોકોમાં ફફડાટ
રાજયમાં એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થઇ ગયા છે. સોમવારે 204 કેસ નોંધાયા બાદ મંગળવારે 394 કેસ નોંધાતા રાજયભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ નવા પપ કેસ નોંધાયા છે. જે પૈકી 3પ કેસ તો એકલા રાજકોટ શહેરમાં નોંધાયા છે. સૌરાષ્ટ્રનો માત્ર એક જ જીલ્લો ગઇકાલે કોરોના મુકત રહ્યો હતો. ગઇકાલે કોરોનાએ વધુ એક વ્યકિતનું મોત નિપજયું છે. કાલે પ9 દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજયમાં કોરોનાના એકિટવ કેસનો આંક 1420 એ પહોંચી ગયો છે. હાલ 16 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1404 દર્દીઓની હાલત સ્થીર છે.
સોમવારે રાજયમાં કોરોનાના 204 કેસ નોંધાયા બાદ મંગળવારે એક જ દિવસમાં કોરોનાના કેસનો આંક બમણો થઇ ગયો હતો અને 398 કેસ નોંધાતા રાજયમાં જાણે ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ગઇકાલે એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લો જ કોરોના મુકત રહ્યો હતો. બાકીના તમામ જીલ્લામાં કોવીડના કેસો નોંધાયા હતા.
ગઇકાલે અમદાવાદમાં 178 કેસ, સુરત કોર્પોરેશનમાં પર કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 35 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 34 કેસ, આણંદ જીલ્લામાં 1ર કેસ, નવસારીમાં 10 કેસ, સુરતમાં 9 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ, ખેડા જીલ્લામાં 7 કેસ, વલસાડ જિલ્લામાં 7 કેસ, કચછ જિલ્લામાં પાંચ કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ, ભરુચમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ર કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં ર કેસ, મહિસાગર જીલ્લામાં ર કેસ, રાજકોટ ગ્રામ્યમાં ર કેસ,
સાબરકાંઠામાં ર કેસ, અમરેલી જીલ્લામાં 1 કેસ, બનાસ કાંઠા જીલ્લામાં 1 કેસ, ભાવનગર જીલ્લામાં 1 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથ જીલ્લામ)ં એક કેસ, પંચમહાલ જીલ્લામાં 1 કેસ, પોરબંદર જીલ્લામાં 1 કેસ, તાપી જીલ્લામાં એક કેસ અને વડોદરા જીલ્લામાં એક કેસ નોંધાયો છે.રાજયમાં ગઇકાલે કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક વ્યકિતનું મોત નિપજયું છે. ગઇકાલે 59 દર્દીઓને રજા આપવામાં આવી હતી હાલ કુલ 1420 એકિટવ કેસ છે. જે પૈકી 16 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 1404 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10115 વ્યકિતના મોત નિપજયા છે.