મોરબીમાં 3.3 અને ઉના-તાલાલામાં 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
એકબાજુ ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો, બીજીબાજુ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને હવે ભૂકંપના આંચકાનો શીલસિલો પણ યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 3 સહિત રાજ્યમાં કુલ પાંચ આંચકા નોંધાયા હતા.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 4:49 કલાકે તાલાલાથી 21 કિમી દૂર 1.7ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ત્યારબાદ સાંજે 6:33 કલાકે ઉનાથી 20 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે અને રાતે 11:34 કલાકે મોરબીથી 35 કિમિ દૂર 3.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
ત્યારબાદ મોડી રાતે 1:20 કલાકે કચ્છના ભચાઉથી 11 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે અને આજે વહેલી સવારે વલસાડથી 46 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયુ હતું.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપનું પ્રમાણ યથાવત છે જોંકે ભૂકંપની તીવ્રતા વધુ ના હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.