આજના ટ્રેન્ડમાં પ્લાઝોનું ચલણ ખૂબ વધ્યુ છે. બજારમાં પણ અવનવી ડિઝાઇનના પ્લાઝો ઉ૫લબ્ધ છે. દરેક યુવતીઓએ પ્લાઝોએ ખૂબ કમ્ફર્ટેબલ આઉટ ફીટ છે. અને તે દરેક સીઝનમાં પહેરી શકાય છે. પરંતુ ઓછી હાઇટ વાળી વ્યક્તિઓ પ્લાઝો પહેરતા અચકાતી હોય છે. તેને સુટ નથી થતો તેવુ તેમને લાગતુ હોય છે. પરંતુ અહીં આપણે કેટલીક એવી બાબતો વિશે જાણીશુ કે જેને અપનાવવાથી ઓછી હાઇટવાળી છોકરીઓ પણ પ્લાઝો પહેરી શકે છે.
– હાઇવેસ્ટ પ્લાઝો પહેરવો
પ્લાઝાોને હાઇવેસ્ટ કરીને પહેરવાથી પગ વધારે લાંબા લાગે છે. આથી ઓછી હાઇટ વાળી છોકરીઓએ હાઇવેસ્ટ પર પ્લાઝો પહેરવો. હાઇવેસ્ટ પ્લાઝો સાથે ક્રોપટોપ અથવા તો નોર્મલ ટોપ પણ ટક-ઇન કરી શકાય છે.
– બ્લેઝરની સાથે
પ્લાઝોની સાથે બ્લેઝર કેરી કરવાથી તે તમારા લુકને વધારે સ્ટાઇલિશ બનાવે છે. અને તમને લાંબા હોવાનો ઇલ્યુઝન પણ આપે છે.
– ક્રોપ ટોપની સાથે
પ્લાઝોની સાથે ક્રોપટોપ ખૂબ જ સરસ લાગે છે. જો તમને ક્રોપટોપ પહેરવાનું કર્મ્ફટેબલ હોય તો પ્લાઝો પહેરો જેનાથી હાઇટ પણ વધારે લાગે છે.
– વર્ટિકલ સ્ટ્રાઇપ્ડ
આજકાલ અવનવી ડિઝાઇનના પ્લાઝો ઇનફેશન છે. પરંતુ પ્લેનની જગ્યાએ વર્ટિકલ સ્ટ્રાઇપ્ડ પ્લાઝો પહેરવાથી પ્લાઝો પણ ઓછી હાઇટ વાળી ગર્લ્સ પહેરી શકે છે. તેની સાથે શોર્ટ શર્ટ અથવા તો ટેંક ટોપ વધારે સારો લુક આપ છે.