નોટિસ આપ્યા બાદ કરેલી કામગીરી અંગેની માહિતી આપવા એક સપ્તાહનો સમય માંગ્યો
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થયાં બાદ આજે વોર્ડ નં.7ના નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લએ ટીપી શાખાના અધિકારીઓનો ક્લાસ લીધો હતો. તેઓએ છેલ્લાં એક વર્ષમાં કેટલા બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યા તેની માહિતી માંગી હતી.
સાથોસાથ નોટીસ આપ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ માહિતી માંગી હતી. જેનો જવાબ આપવામાં અધિકારીઓ રિસઅર મુંજવણમાં મુકાઇ ગયા હતાં. દરમિયાન નોટીસ બાદ થયેલી કાર્યવાહી અંગે માહિતી આપવા માટે એક કલાકનો સમય માંગ્યો હતો.
નેહલભાઇ શુક્લએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે ગત તા.1/11/2020 થી તા.30/11/2021 સુધીના સમયગાળા દરમિયાન ઓફલાઇન 753 અને ઓનલાઇન 5950 બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ઓફલાઇન 115 અને ઓનલાઇન 144 સહિત 259 પ્લાન નામંજુર કરાયા છે. ટીપી શાખા દ્વારા નોટીસ આપ્યા બાદ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે અંગેની માહિતી આપવા માટે ટીપી શાખાના અધિકારીઓએ એક સપ્તાહનો સમય માંગ્યો છે.