શિક્ષક ર4 કલાકમાં નહિ ઝડપાઇ તો પિતાની આત્મહત્યાની ચીમકી
અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં 17 વર્ષની દીકરીને ટ્યુશન ક્લાસ જતી હતી તે સમયે ટ્યુશન ક્લાસ ના શિક્ષક દ્વારા ફોસલાવી અને તેને ભગાડી અને લઈ જવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં આજથી 41 દિવસ પહેલા આ મામલે માતા-પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોસ્કો કલમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પણ તપાસ ક્યારે થશે તે એક સવાલ ઉદ્ભવ્યો છે.
ત્યારે હાલ નરાધમ શિક્ષક વિદ્યાર્થીનીને ભગાડી ગયા હોવાને આજે 41 દિવસ થઈ ગયા છે તે છતાં પણ પોલીસ હજુ આ શિક્ષકને પહોંચી શકી નથી ત્યારે આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ વધુ એક શિક્ષક વિધાર્થિનીને ભગાડી જતા લાચન લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે તેવા સંજોગોમાં માતા-પિતા અને વિદ્યાર્થિનીના બે ભાઈ અને એક બહેન ન્યાય માટે વલખા મારી રહ્યા છે.
ત્યારે જે વિદ્યાર્થીનીને નરાધમ શિક્ષક ભગાડી ગયો છે તે 41 દિવસ બાદ પણ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ મામલે માતા-પિતા રોજ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા છે અને કેટલે આગળ તપાસ પહોંચી તેની વિગત મેળવી રહ્યા છે પરંતુ ત્યાં આપવામાં આવતા જવાબ સાંભળી અને વીલા મોઢે માતા-પિતા પરત જઈ રહ્યા છે. જેને લઇને હાલમાં માતા-પિતા સહિત પરિવારજનો માનસિક રીતે પડી ભાંગ્યા હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે.