બ્રાસ પાટસને વેગ આપવા 300થી વધુ સ્ટોલ સાથે ઉદ્યોગકારોનું અધતન મશીનરીનું પ્રદર્શન યોજાશે: 300થી વધુ સ્ટોલ ઉભા કરાશે
જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આગામી તા. 5 થી 8 જાન્યુઆરી 2022 દરમ્યાન રાજકોટ-ખંભાળીયા બાયપાસ રોડ, જી.આઈ.ડો.સી. ફેસ-3 ની સામે, મેગા ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ ફેર જામનગર ટેક-ફેસ્ટ નું આયોજન કરવામાં આવેલ છે.
આ ઈન્ડસ્ટ્રીયલ ફેરમાં દેશ-વિદેશના અનેક ઉધોગકારો ભાગ લઈ રહ્યા છે ત્યારે જામનગરના બ્રાસ પાર્ટસને વેગ આપવા માટે 300 થી વધુ સ્ટોલ સાથે ઉધોગકારો વિવિધ પોડકટસ તેમજ અધતન મશીનરીનું પ્રદ્શન કરશે, આ ઉપરાંત સરકારી તથા સહકારી ક્ષેત્રોની અનેક ઔધોગિક સંસ્થાઓ પણ ઉધોગકારોના વિકાસ માટે સાથે જોડાઈ રહી છે. 40 થી વધુ ઔધોગિક ક્ષેત્ર અને રપ થી વધુ સહકારી અને સરકારી વિભાગો દ્વારા 300 થી વધુ સ્ટોલ સાથે પ લાખ સ્કે.કૂટમાં યોજાનાર આ ઈન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશન જામનગર ટેક-ફેસ્ટ સૌરાષ્ટ્રનું સોથી મોટું એક્ઝીબીશન બની રહેશે.
આ અંગે એક્ઝીબીશનમાં ભાગ લેનાર ઉધોગકારોને માહિતગાર કરવાના હેતુથી એક ભવ્ય મિટીંગનું આયોજન કરવામાં આવેલ આ મિટીંગમાં લઘુઉધોગ ભારતીના પ્રમુખ જયભાઈ માવાણી, ચેમ્બર ઓફ કોમસના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રેસીડેન્ટ દિનેશભાઈ ડાંગરીયા, વાઈસ પ્રેસીડેન્ટ હરેશભાઈ રામાણી, સેકેટરી વિશાલભાઈ લાલકીયા, ઈવેન્ટ ચેરમેન અશોકભાઈ દોમડોયા, જોઈન્ટ સેક્રેટરી વિપુલભાઈ હરીયા, ટ્રેઝરર દિનેશભાઈ નારીયા, એકઝીકયુટીવ મેમ્બર રાજેશભાઈ ચાંગાણી, ઈવેન્ટ કમિટી મેમ્બર રાજેશભાઈ ચોવટીયા સહીતના મહાનુભાવો હાજરી આપી અને જામનગર બ્રાસ પાર્ટસ ઉધોગના વિકાસ અંગેની વિસ્તૃત ચચ કરેલ હતી.
આગામી તા. 5 થી 8 જાન્યુઆરી ના યોજાનાર જામનગર ટેક-ફેસ્ટ જામનગરમાં યોજાઈ રહયો છે ત્યારે આ ઓધોગિક એક્ઝીબિશનમાં જામનગર ઉપરાંત દેશના અનેક શહેરોમાંથી 2.5 લાખથી વધુ નાના-મોટા ઉધોગકારો તેમજ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુલાકાત લેશે તેમ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ જણાવેલ દર બે વર્ષે થતાં આ ઔધોગિક એક્ઝીબીશન ઉપરોકત વિકાસ કરી રહયું છે.
ત્યારે જામનગરના બ્રાસ ઉધોગનું પણ અધતન મશીનરી સાથે આધુનિકરણ થઈ રહયું છે અને વધારે વિકાસ સાથે તે હેતુથી આ જામનગર ટેક-ફેસ્ટ-2022 નું આયોજન કરવામાં આવેલ છે વધુને વધુ લોકો વિધાર્થીઓ આનો લાભ લે તેવું ડાંગરીયાએ જણાવેલ. મિટીંગમાં એક્ઝીબીશન ચેરમેન અશોકભાઈ દોમડોયા એ 2016 થી 2022 સુધીના તમામ એક્ઝીબીશનની વિસ્તૃત માહિતી આપેલ હતી.આ ટેક-ફેસ્ટ ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહેલ છે.
સમગ્ર આયોજનમાં રાજકોની સનલાઈન ઈન્ફોટેક ઈન્ડીયાના પ્રણેતા બ્રિજેશભાઈ પુરોહિત દ્વારા મા્કેટીંગની જવાબદારી સંભાળેલ છે. તેમજ આ સંપૂર્ણ આયોજનનું ડિઝાઈન અને ડેકોરેશનનું કાર્ય એડેકસ ઈવેન્ટ એન્ડ એક્ઝીબીશન્સના ધર્મેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.