જુનાગઢ માકેટીંગ યાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું: મોટી સંખ્યામાં ખેડુતો જોડાયા
અબતક, દર્શન જોશી, જુનાગઢ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ખેડૂતોના પાકને નુકસાન કરતા રખડતા ઢોર, રોઝડાઓનો ત્રાસ દૂર કરવા આવનારા દિવસોમાં નવી યોજના અમલી બનાવાશે તેમ જણાાવ્યુંં હતુંં
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જૂનાગઢ ની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને હેરાન કરતા રોજડા, ખુટીયા અને રખડતા પશુઓ સામે આવનારા બજેટમાં રૂપિયાની ફાળવણી કરી એનજીઓને ફેન્સીંગના પૈસા આપી ખેડૂતો રાત્રિની ઊંઘ નિરાંતે કરી શકે તે માટે કાર્યવાહી હાથ ધરશે
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા સમારોહમાં બોલતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે ખેડૂતોને રખડતી ગાય, પશુઓ, ખુટીયા તથા રોજડાઓ પરેશાન કરી રહ્યા છે. અને તેના કારણે ખેડૂતોને ખેતરોમાં રાતવાસો કરવા પડે છે. પરંતુ ખેડૂતો ઘરે રાત્રીની ઊંઘ કરી શકે તે માટે સરકાર દ્વારા આવનારા બજેટમાં પૈસા ફાળવવા સૂચના અપાઇ છે અને રાજ્યના મુખ્યમંત્રીએ આ બાબતે બાંહેધરી પણ આપી છે કે રોજડા તથા રખડતાં પશુઓ અને ખુટીયાના ત્રાસ સામે એનજીઓને કામગીરી સોપાસે અને સરકારની પડતર જમીનો ફરતે ફેન્સીંગ બાંધી રખડતા પશુઓને ત્યાં રાખવામાં આવશે અને તે માટેનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે. સી.આર. પાટિલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો તેમના અધિકારો મેળવવા પ્રતિબદ્ધ છે અને વર્તમાન સરકાર ખેડૂતો માટે તમામ પગલાં લેશે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છેે. ખેડૂતો દેશ અને દુનિયા માટે અનાજ ઉગાડીને સૌનુ પોષણ કરે છે તમને ઉત્પાદનનું પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવક બમણી થાય એમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ કચાસ રાખશે નહિ.
પત્રકારોના પ્રશ્નમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોન તથા કોરોનાના કેસ વધ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ રખાય છે, સરકારી હોસ્પિટલમાં પૂરતા ઓક્સિજન, બેડ, દવાઓ તથા સ્ટાફની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે ખાનગી હોસ્પિટલ દ્વારા પણ કોરોનાને માત આપવા માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે ત્યારે સરકાર દ્વારા ઓમિકરોન તથા કોરોના સામે કોઈ જ કચાશ રખાશે નહીં જો કે, તેમણે લોકોને સરકારી ગાઈડ લાઇન અનુસરવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરી હતી.