કોણ કહે છે ક્રિકેટ ફક્ત રમત છે ટંકશાળ પણ સર્જી શકે !
પ્લાનિંગ જીજીવિષા, ટીમ ભાવના અને જોખમ લેવાની ક્ષમતાન ગુણ સાથે ક્રિપટોમાં રોકાણ કરી શકાય
હાલ ક્રિપટો સમગ્ર વિશ્વમાં પોતાનું પગદંડો જમાવી રહ્યું છે અને લોકો પણ તેને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છે તમે રોકાણકારોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આ તકે ડિજિટલ કરન્સી ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જે કોઈ રોકાણકાર ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપટોમાં રોકાણ કરવા ઇચ્છા હોય તો તેઓએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 83 જોઈ લેવી જોઈએ.
બીજી તરફ એ વાત પણ સાચી છે કે ક્રિકેટ ફક્ત રમત નથી પરંતુ તે ટંકશાળ પણ સર્જી શકે છે ત્યારે ક્રિકેટમાં ચાર મહત્વપૂર્ણ મુદ્દા હોય છે જેનાથી રમત રમવાની સાથે ટીમ જીત હાંસલ કરવા માટે સતત મહેનત કરતું હોય છે જેમાં સર્વપ્રથમ પ્લાનિંગ ત્યારબાદ જીજીવિષા, એટલું જ નહીં ટીમ ભાવનાની સાથે રિસ્ક ટેકિંગ એબિલિટી પણ હોવી જોઈએ. એ જ રીતે આ ચાર મુદ્દાઓ ક્રિપટોકરન્સી માટે પણ એટલા જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
જે રોકાણકાર ડિજિટલ કરન્સી મા રોકાણ કરવા ઇચ્છા હોય તેઓએ સર્વ પ્રથમ યોગ્ય રીતે પ્લાનિંગ કરવું અનિવાર્ય હોય છે જો રોકાણકાર તે કરવામાં સફળ થાય તો તેને ડિજિટલ કરન્સી માં કરેલું રોકાણ એળે જાતું નથી. તો સામે રોકાણકારોને વધુ રૂપિયા લડવા માટેની જીજીવિષા પણ હોવી એટલી જ જરૂરી છે.
એ રોકાણકારને વધુ નાણાં કમાવવાની જીજીવિષા હોય તો તેને ટીમ સાથે મળી યોગ્ય પ્લાનિંગ કરવું પડે અને ટીમ એફોર્ટના કારણે જ સફળતા હાંસલ કરી શકાય છે અને અંતમાં દરેક રોકાણકારને જે ડિજિટલ કરન્સી મા રોકાણ કરવા ઇચ્છતા હોય તેમનામાં જોખમ લેવાની પણ ક્ષમતા પૂરતી માત્રામાં હોવી જોઈએ જો કોઈ રોકાણકાર ડિજિટલ કરન્સી માં રોકાણ કરવા માટે જોખમ ન લઈ શકે તો તેને આ ક્ષેત્રમાં રોકાણ ન કરવું જોઇએ અને તે તેના માટે ખૂબ જ જોખમી પણ નીવડી શકે છે. ડિજિટલ કરન્સી માં જે કોઈ રોકાણકારે રોકાણ કરવું હોય તેઓએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પ્યાસી જોઈ લેવી જોઈએ જેમાં તેઓને અંદાજ આવી શકશે કે ક્રિપટોકરન્સી માં રોકાણ કેવી રીતે કરી શકાય.