અબતક,ઋષી મહેતા, મોરબી
ટંકારા તાલુકાની મીતાણા ચોકડી પાસે આવેલ કારખાનામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં કારખાનામાં કામ દરમિયાન લોડર દિવાલ સાથે અથડાતા કામ કરતી બે શ્રમિક મહિલા દબાઈ જતાં અરેરાટીભર્યા મોત નિપજ્યા છે જેને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી
બનાવની જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના મીતાણા ચોકડી પાસે આવેલ એન્ટિટી રોક એલ એલ પી જીપ્સન બોર્ડ નામના કારખાનામાં કમલાબેન શાંતિલાલ બામન અને સુકલીબેન શૈલેષભાઈ ધાણક નામની બે શ્રમિક મહિલા લોડરના બકેટમાં માટી નાખવાનું કામ કરતી હતી આ દરમિયાન અચાનક લોડર ચાલુ થઈ દિવાલ સાથે ભટકાયું. લોડર અને દિવાલ વચ્ચે દબાઈ જતા સુકલીબેનને કમરના ભાગે તથા કમલાબેનને ગંભીર ઈજા પહોંચી હતી
જે અંગે જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નિપજયા હતા અકસ્માત અંગેની પોલીસને જાણ થતાં ટંકારા પોલીસે તાત્કાલિક દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.