કેશોદ આરોગ્ય વિભાગ દ્વારા શારીરિક તંદુરસ્તી અને સુખાકારી પ્રવૃત્તિ દ્વારા લોકો પોતાની જીવનશૈલીમાં અપનાવે તે હેતુથી કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા “આઝાદીના અમૃતમહોત્સવ” ની ઉજવણીના ભાગ રૂપે તથા નિરામય ગુજરાત ઝુંબેશની સાથે તંદુરસ્ત ભારત તંદુરસ્ત ગુજરાત તંદુરસ્ત કેશોદ સાઈકલોથોનના આયોજન દ્વારા લોકોને જીવનશૈલીમાં સામુહિક પ્રોત્સાહન મળી રહે એવા હેતુ સર આયોજન કરવામાં આવ્યું હતું.
કેશોદના આઝાદ ક્લબ નાં પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં દિપ પ્રાગટય રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નાં હસ્તે કરવામાં આવ્યું હતું. ઝંડો બતાવી સાઈકલોથોન નો પ્રારંભ કરવામાં આવેલ હતું.
તમામ સાઈકલીસ્ટો તાલુકા પંચાયત કચેરી થી માંગરોળ રોડ જુની વાડી સુધી સાઈકલીગ કરી પરત આવ્યા હતાં. કેશોદ અર્બન હેલ્થ સેન્ટર નાં મેડિકલ ઓફિસર ડૉ રક્ષીતભાઈ જોષી સહિતના આરોગ્ય કર્મચારીઓ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.