ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી કલાર્કની પરીક્ષાના પેપર ફૂટયાના વિવાદ સમ્યો નહોતો ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાતી સ્નાતક કક્ષાની પરીક્ષાના 1 કલાક પૂર્વે ઈકોનોમીનું પેપર વાયરલ થયાની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત પડતા રાજકોટ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવી યુનિ. પોલીસે ગણતરીનાં કલાકોમાં ગુનાના ભેદ સુધી પહોચી બાબરાની લો કોલેજના પ્રિન્સીપાલ કલાર્ક, પટ્ટાવાળા અને ત્રણ વિદ્યાર્થી સહિત છ શખ્સોની ધરપકડ કરી બાબરાની સરદાર પટેલ લો કોલેજમાંથી લીક થયાનો પર્દાફાશ કરી પોલીસે દુધનું દુધ અને પાણીનું પાણી કરી દીધું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક મુદ્દે યુનિવર્સીટીએ તાત્કાલિક અસરથી મોટો નિર્ણય લઈને સરદાર પટેલ લો કોલેજ બાબરાનું પરીક્ષા કેન્દ્ર કાયમ માટે રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તો સાથે સાથે, કોલેજના આચાર્યની શૈક્ષણિક માન્યતા પણ રદ કરવાનો યુનિવર્સીટીએ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.
યુનિ. પોલીસના સ્ટાફે લવલી યારો ગ્રુપમાં પેપર વાયરલ થયું હતુ. તે ગ્રુપના એડમીન અને કાલાવડ ગામે રહેતા વિવેક શૈલેષ વાદીની અટકાયત કરી તેની પૂછપરછમાં વ્હોટએપ ગ્રુપમાં પેપર બાબરા તાલુકાના કોટડાપીઠા ગામનાં એલીશ પ્રવિણ ચોવટીયા નામના યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેને વ્હોટસએપનો મેસેજ જસદણના સાણથલી ગામના દિવ્યેશ લાલજી ધડુક વાયરલ કર્યાનું ખૂલતા દિવ્યેશ ધડુકને પોલીસે ઉઠાવી લીધો હતો.
જેની પૂછપરછમાં તેને ચોટીલાના મેવાસા ગામના તેનો મિત્ર પારસ ગોરધન રાજગોર એ આપ્યાની કબુલાત આપતા તેની અટકાયત કરી તેને બાબરા ખાતે આવેલી સરદાર પટેલ લો કોલેજમાં ફરજ બજાવતા રાહુલ ભુપત પંચાસરાની અટકાયત કરી રાઉન્ડ અપ કરતા તેને ગીર સોમનાથ પ્રભાસ પાટણના રહેતા અને બાબરા લો કોલેજનાં પ્રિન્સીપાલ દિલાવર રહીમ કુરેશીએ આપ્યાનું જણાવતા તેનીઅટકાયત કરી તેની પૂછપરછમાં તેરે સરદાર પટેલ લો કોલેજના પ્યુન ભીખુ સવજી સેજલીયાના કહેવાથી પેપર લીક કર્યાની કબુલાત આપતા તેની પણ અટકાયત કરી પોલીસે તમામની સામે પેપર લીક કૌભાંડની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા ની વ્યવસ્થા નો ખુબ જ ઝીણવટ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આ પેપર ની ટ્રાન્સફરના તમામ તબબકાઓનો અભ્યાસ અને ખરાઇ કર્યા બાદ એવુ જાણપ આવેલ કે, જી કોલેજના સેન્ટર દ્વારા જ આ પ્રકારનુ કૃત્ય આચર્યા હોવાની શંકા ઉપજેલ હતી જેથી ઉપરોકત ડિટેઇન કરેલા ઇસમોને ખુબજ જીણવટભરી રીતે પુછપરછ કરતા આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સરદાર પટેલ લો-કોલેજ બાબરા ના પ્રિન્સીપાલ તરીકે ફરજ જાવતો દિલાવર રહિમભાઇ ખુરેશી હોવાનુ જણાયેલ અને કોલેજ ને ફાળવવામાં આવતા પેપરોને કલેકટ કરવાની અને પરત મોકલવાની તેમની ફરજ હતી.
જે પોતાની કાયદેસરની તેમજ નૈતીક ફરજ નેવે મુકી અને આ પ્રકારનુ કૌભાંડ આચરવા માટે પોતાની કોલેજમાં આવેલ ચેમ્બરમાં પોતે એકલા આ પેપર બંચ માંથી કાઢી અને બહાર સપ્લાય કરતો હતો અને પોતે બી.એ. એલ.એલ.બી. અને એલ.એલ.એમ. સુધીનો અભ્યાસ કરેલ હોય જેથી પોતે કાયદાના જાણકાર હોય અને પોતાને સોપવામાં આવેલ સતાનો દુરઉપયોગ કરી આ કૌભાંડ આચરતા હતા.
મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા (ક્રાઇમ), પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.ઇન્સ. વી.કે.ગઢવી, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.બી.વોરા ,પી.એમ.ધાખડા, પી.બી.જેબલીયા, એમ.એમ.ઝાલા , એ.એસ.આઇ. બી.ડી.ચુડાસમા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, લક્ષ્મણભાઇ મકવાણા સહિતના સટાફે કામગીરી બજાવી હતી.