ખોખીનો ખોફ ઓસરતા લુખ્ખાઓ બન્યા બે ખોફ
પાઇપ, ધોકા અને પથ્થર વડે મહિલા સહિત પાંચને માર માર્યો
નામચીન લાલો સામે અગાઉ છેડતી સહીતની રજુઆત બાદ પોલીસ પગલા લેવા કોની લાજ કાઢે
શહેરના જામનગર રોડ પર નજીક મનહરપુરા ખીજડા શેરીમાં રહેતા અને ઘર પાસે જ આશાપુરા પ્રોવીઝન સ્ટોર નામે કરીયાણા તથા પાનની દુકાન ધરાવતાં ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ જાડેજા અને શિતલબા અરવિંદસિંહ જાડેજા સહીત પાંચ પર ગતરાત્રીના બુટલેગર લાલો સહીતના શખ્સોએ ધોકા, પથ્થર અને પાઇપ વડે હુમલો કરી ઇજા કરતાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને સિવીલ હોસ્પિટલમાં દાખલ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા તેમજ ખાખી ખોફ ઓસરતા લુખ્ખાઓ બે ખોફ બન્યા છે જેવા શહેરના જામનગર રોડ નજીક મનહરપુર વિસ્તારમાં બુટલેગરો બેફામ બની ગરાસીયા વેપારી પરિવાર પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ધર્મેન્દ્રસિંહના કહેવા મુજબ પોતાના ઘર નજીક જ લાલા સહીતના અન્ય આવારા તત્વો અડ્ડો જમાવી ઉભા રહે છે. ઘણીવાર દારુનો નશો કરે છે. ગતરાત્રીના ગાળાગાળી કરતા હોય ત્યારે ગાળો બોલવાની ના પાડતા લાલા સહીતના શખ્સોએ આડેધડ ધોકા પાઇપ વડે હુમલો અને પથ્થરમારો કર્યો હતો.
મનહરપુરામાં ગતરાત્રીના લાલા સહીતના અન્ય સાત શખ્સો ગાળાગાળી કરતા હોઇ દરમિયાન ધર્મેન્દ્રસિંહના બહેન શીતલબા અરવિંદભાઇ જાડેજાએ ગાળો બોલવાની ના પાડતા લાલ સહીતન શખ્સોએ શીતલબા અને ધર્મેન્દ્રસિંહ સહીત અરવિંદસિંહ ગજુભા જાડેજા અને શીતલબાના ભાભી પર બેફામ પાઇપો અને ધોકા વડે હુમલો અને મકાનમાં આડેધડ પથ્થર મારો કર્યો હતો.
મનહરપુરમાં રહેતા આસપાસના લોકોએ પણ અવાર નવાર લાલા સહીતના અનય આવારા તત્વો સામે છેડતી અને ગાળો બોલવા બાબતે અરજીઓ કરેલી છે. પરંતુ 100 નંબરમાં કોલ કરવાથી જ પોલીસ આવે છે. નું આસપાસના લોકોનું રટણો પોલીસ અધિકારીઓને પણ ચોંકવી દીધા છે.