પતિ અને તેના મિત્રએ જ મહિલાને મોતને ઘાટ ઉતાર્યાની શંકા: મૃતકના પરિવારજનોએ બન્ને શખ્સોને હોસ્પિટલમાં લમધાર્યા
લીંબડી નેશનલ હાઈવે પર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ની મહિલા ને તેના પતિ અને પતીના મિત્ર એ દારૂ પીવડવી મોત ને ઘાટ ઉતાર્યા ની વિગતો બહાર આવતા લીંબડી પોલીસ દોડતી થઇ હતી અને વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે
લીંબડી નેશનલ હાઈવે પર નવા બની રહેલા ઓવરબ્રીજ નીચે ઝુંપડપટ્ટી બનાવી રહેતી મઘલીબેન મારવાડી ને એ થોડા મહિના પહેલાં તેના પતિ ને છોડી અન્ય રમેશ દેવીપૂજક સાથે ઘર માંડયું હતું. રમેશ અને તેના અન્ય મિત્ર એ મોડી રાત સુધી મઘલીબેન ને દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી હતી અને વહેલી સવારે બનાવ સ્થળે થી મઘલીબેન મૃત હાલતમાં મળી આવતાં પરિવારજનો એને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને એ બાબતે લીંબડી પોલીસ ને જાણ કરતા લીંબડી પોલીસે આવી મૃતદેહ ને વધુ તપાસ અર્થે પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
લીંબડી સિવિલ હોસ્પિટલ માં આ શંકાસ્પદ આરોપીઓ ને મૃતક મહિલાના પરિવારજનો એ જાહેરમાં ધોલાઈ કરી હતી અને હોસ્પિટલમાં મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા જોકે લીંબડી પોલીસે બનાવ સ્થળ ના શો રૂમ બહાર ના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા દારૂ પીધા બાદ મોડી રાત્રે મઘલીબેન અને તેના પતિ અને તેના પતીના મિત્ર વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને બંને લોકો માર મારતા હોવાનું જોવા મળી રહ્યું છે.. લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે